વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે બુધવારે 12 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક શેરબજારો ફરી એકવાર ઘટાડા સાથે ખુલ્યા હતા. GIFT નિફ્ટી ફ્યુચર્સમાં વધારો થયો હોવા છતાં, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી50 લાલ નિશાનમાં ખુલ્યા છે. સવારે 9.30 કલાકે શેરમાર્કેટની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ પોઇન્ટના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી પોઇન્ટના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો હતો.

મંગળવારે મોટો ઘટાડો

મહત્વનું છે કે મંગળવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયુ હતું. બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ 1018 (૧.૩૨ ટકા) ઘટીને 76,296.60 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 310 પોઈન્ટ ઘટીને 23,072 પર બંધ થયો હતો. વેચવાલીથી BSE-લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 9.3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. તે તેની ઊંચી સપાટીથી લગભગ 70 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. મંગળવારે ભારતમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 4,486 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 4,001.89 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.21 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 0.8 ટકા વધ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ASX200 માં નજીવો વધારો થયો હતો. દરમિયાન, યુએસમાં, S&P 500 0.03 ટકા ઘટ્યો, નાસ્ડેક કમ્પોઝિટ 0.36 ટકા ઘટ્યો, અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.28 ટકા વધ્યો.

આજના ટ્રિગર પોઈન્ટ્સ
આજના સત્રમાં ભારતીય શેરબજારો ત્રીજા ક્વાર્ટરના પરિણામો, ફુગાવાના ડેટા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પરના પગલા અને અન્ય વૈશ્વિક વિકાસ પર નજર રાખશે.
આ કંપનીઓના આજે ત્રીજા ક્વાર્ટરના પરિણામો

અશોક લેલેન્ડ, બજાજ કન્ઝ્યુમર કેર, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ, ECOS મોબિલિટી, ગ્લોબસ સ્પિરિટ્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, મુથૂટ ફાઇનાન્સ અને સિમેન્સ આજે તેમના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે.