કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ એટલે કે બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સવારે 9.30 કલાકે માર્કેટ ખૂલતા જ ગગડી ગયુ હતું.  સેન્સેક્સ −288.16 પોઇન્ટના ઘટાડા સાથે 75,679.23 અંક પર ખૂલ્યું હતુ જ્યારે નિફ્ટી −93.65 પોઇન્ટના ઘટાડા સાથે 22,851.65 અંક પર ખૂલ્યું હતું. 

ટ્રમ્પની ટેરિફ નીતિની અસર 

મંગળવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુએસમાં ઓટો, ફાર્મા અને ચિપ આયાત પર નવા ટેરિફ લાદવાની જાહેરાતની પણ આજે બજાર પર અસર પડી શકે છે.

મંગળવારે ઊંચા સ્તરે પ્રોફિટ-બુકિંગ વચ્ચે એક દિવસના અંતરાલ પછી ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા. બેન્ચમાર્ક BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી સતત બીજા દિવસે તીવ્ર ઘટાડા સાથે બંધ થયા.

મંગળવારે 75,531 ની નીચી સપાટીને સ્પર્શ્યા પછી, 30 શેરો ધરાવતો સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટીને 75,967 પર બંધ થયો. તેવી જ રીતે, 50 શેરોવાળો નિફ્ટી 14 પોઈન્ટ ઘટીને 22,945 પર બંધ થયો. તે 22,801 ના નીચલા સ્તરે પહોંચ્યો.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

શરૂઆતના કારોબારમાં એશિયન શેરબજારો મિશ્ર રહ્યા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટો, ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર આયાત પર ટેરિફની જાહેરાત કર્યા પછી MSCI એશિયા એક્સ-જાપાન 0.3% ઘટ્યો.

શેરબજારમાં ચાલી રહેલા સુધારાને કારણે વ્યાપકપણે અનુસરવામાં આવતા MSCI ઉભરતા બજાર (EM) સૂચકાંકોમાં ભારતનું વર્ચસ્વ નબળું પડ્યું છે. સપ્ટેમ્બર 2024 થી ભારતના ઇક્વિટીમાં $1 ટ્રિલિયનના ઘટાડાને કારણે, MSCI EM અને તેના સ્પિનઓફ MSCI EM ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ (IMI) માં દેશનું વેઇટિંગ 200 બેસિસ પોઇન્ટ (bps) થી વધુ ઘટીને 20 ટકાથી નીચે આવી ગયું છે.

ભારતીય ઇક્વિટીમાં સતત વેચવાલીનો દોર તોડીને, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા ટ્રેડિંગ સત્ર દરમિયાન રૂ. 4,786.56 કરોડના શેર ખરીદ્યા હતા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ મંગળવારે રૂ. 3,072.19  કરોડના શેર ખરીદ્યા હતા.