ગુરુવારે (૩ એપ્રિલ) ઘરેલુ શેરબજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 180થી વધુ દેશો પર ઓછામાં ઓછા 10% (ભારત પર 26% સુધી) ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડો થયો. આની અસર ભારતીય શેરબજાર પર પણ પડી. ટ્રમ્પની જાહેરાત બાદ એશિયન બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

શેરબજારની ઘટાડા સાથે શરૂઆત 

સવારે 9.30 કલાકે શેરબજારની વાત કરીએ તો, સેન્સેક્સ −335.66 પોઇન્ટના ઘટાડા સાથે 76,281.78 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −91.60 પોઇન્ટના ઘટાડા સાથે 23,240.75 અંકે ખૂલ્યો હતો. 

ટ્રમ્પે ભારત પર 26% આયાત ટેરિફ લાદ્યો

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત અને અન્ય દેશોમાંથી થતી તમામ આયાત પર 'પારસ્પરિક ટેરિફ' લાદવાની જાહેરાત કરી. તેમણે આ નિર્ણયને "કાઇન્ડ રેસિપ્રોકલ" ગણાવ્યો.
  • ટ્રમ્પે કહ્યું કે ભારતની ટેરિફ નીતિઓ "ખૂબ જ કડક" છે. તેથી, અમેરિકા ભારતમાંથી થતી તમામ આયાત પર 26 ટકા ડ્યુટી લાદશે, જે ભારત દ્વારા યુએસ ઉત્પાદનો પર લાદવામાં આવતી ડ્યુટી કરતા અડધી છે.
  • વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આયોજિત એક કાર્યક્રમમાં, ટ્રમ્પે વિવિધ દેશો પર 10 ટકાથી 50 ટકા સુધીની આયાત જકાતની જાહેરાત કરી. આમાં ચીન પર કુલ 34 ટકા ટેરિફ (જેમાં પહેલાથી જ 20 ટકાનો સમાવેશ થાય છે), યુરોપિયન યુનિયન પર ૨૦ ટકા, જાપાન પર ૨૪ ટકા અને દક્ષિણ કોરિયા પર ૨૫ ટકા ટેરિફનો સમાવેશ થાય છે.
  • ભારતીય શેરબજારની ગતિવિધિઓ વૈશ્વિક બજારોની પ્રવૃત્તિઓ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ના વેપાર અને નિફ્ટી F&O સમાપ્તિ દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે.

આઇટી શેરોમાં ઘટાડો

ટ્રમ્પે ભારત સહિત 180 દેશો પર નવા ટેરિફ લાદવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. આના કારણે, યુએસ બજાર પર ભારે નિર્ભર સ્થાનિક IT કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. બજાર ખુલતાની સાથે જ HCL ટેલ, ઇન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રાના શેર 2.5% ઘટ્યા.


બેંકિંગ અને આઈટી શેરોમાં ઘટાડો થયો

ટ્રમ્પની જાહેરાત પછી સવારે ખુલેલા શેરબજારમાં, બેંકિંગ અને આઈટી શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસના શેર 2.40 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે ઇન્ફોસિસના શેરમાં 2.28 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. HCL ટેક અને ટેક મહિન્દ્રાના શેર 2 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, ટાટા મોટર્સ અને અદાણી પોર્ટના શેરમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારત એસિટેલના શેરમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.