અમેરિકામાં ગઈકાલે રાત્રે ફેડ રેટ કટના નિર્ણય બાદ અમેરિકન બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ બેંકે 0.25 ટકાના દરમાં ઘટાડો જાહેર કર્યો છે, જે સતત ત્રીજો કટ છે. જેના કારણે બજારનો મૂડ બગડ્યો હતો અને તેની અસર વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. શેરબજારની નબળી શરૂઆત થઇ છે. આજે પણ માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યુ છે. સવારે 9.30 કલાકની સ્થિતિ અંગે વાત કરીએ તો સેન્સેક્સમાં 1,005 પોઇન્ટના ઘટાડા સાથે 79,175 અંક પર ખૂલ્યો છે. જ્યારે નિફ્ટી 303 પોઇન્ટના ઘટાડા સાથે 23,895 અંક પર ખૂલ્યો હતો. 


[[$googlead]]

વૈશ્વિક બજારો હચમચી ગયા 

ક્ષેત્રીય સૂચકાંકો લાલ છે. બેન્ક નિફ્ટી 1.30%, ઓટો 1.42%, ફાઈનાન્શિયલ સર્વિસીસ 1.37%, FMCG 0.21%, IT ઈન્ડેક્સ 2.27%, PSU બેન્ક 1.59% ઘટ્યા છે. ખાનગી બેંક 1.23%, મેટલ 2.18% ઘટ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા ઘટાડ્યા બાદ વૈશ્વિક બજારો હચમચી ગયા હતા. એશિયન બજારો ઘટ્યા હતા, જ્યારે યુએસ શેરબજારો ઘટ્યા હતા, ત્રણેય મુખ્ય સૂચકાંકોએ મહિનાઓમાં તેમનો સૌથી મોટો દૈનિક ઘટાડો નોંધાવ્યો હતો.

[[$alsoread]]

વોલ સ્ટ્રીટ પર રાતોરાત ભારે નુકસાન પછી ગુરુવારે એશિયન બજારોમાં નીચા વેપાર થયા. જાપાનનો નિક્કી 225 1.4% અને ટોપિક્સ 1.27% ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.84% અને કોસ્ડેક ઇન્ડેક્સ 1.92% ઘટ્યો.

આ 10 શેરોમાં મોટો ઘટાડો

એશિયન પેઇન્ટ્સના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ઈન્ફોસિસના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો છે, તો TCS, HCL, મહિન્દ્રા, HDFC બેન્કના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. સ્મોલ અને મિડ કેપમાં ત્રિવેણી ટર્બાઈન, ફાઈવ સ્ટાર બિઝનેસ, સોનાટા સોફ્ટવેર, ભારતી હેક્સાકોમ, નાયકા, કોચીન શિપયાર્ડના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.

BSEનું માર્કેટ કેપ કેટલું ઘટ્યું?

BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 5.93 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.93 લાખ કરોડનો ઘટાડો થયો છે. હાલમાં સેન્સેક્સ 1001 પોઈન્ટના ઘટાડા સાથે 79,172 પર અને નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1162 પોઈન્ટ્સ અને નિફ્ટી 328 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

  • Follow us on: