• જનતાના લક્ઝરી વપરાશ પર સીન ટેક્સથી સરકારને ભારે આવક
  • તમારા શોખ પર સરકાર જે વધારાનો ટેક્સ વસૂલે તેને સીન ટેક્સ કહે છે
  • શનિવારે GST કાઉન્સિલની બેઠકમાં સેસની ચર્ચા થવાની શક્યતા


શોખ બડી ચીજ હૈ હવે સરકાર પણ આવું કહેતી નજરે આવી રહી છે. આનું કારણ સ્પષ્ટ છે. તમારા શોખથી સરકારને વધારાની આવક થઈ રહી છે. આ રકમ પણ નાની અમથી નહિ પરંતુ પુરા 70 હજાર કરોડ રૂપિયા પૂરી છે. અર્થશાસ્ત્રની ભાષામાં તમારા શોખ પર સરકાર જે એક્સ્ટ્રા કમાણી કરી રહી છે તેને Sin Tax પણ કહે છે.


Sin Tax સામાન્ય રીતે પાન મસાલા, દારૂ, સિગારેટ, કોલ્ડ ડ્રિંક્સ, મોંઘા પર્ફ્યૂમ્સ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, વૈભવી કાર પર વસૂલવામાં આવે છે. આ એક પ્રકારથી લક્ઝરી પર લાગૂ થતો ટેક્સ છે. જો કે Sinનું ગુજરાતી પાપ થાય છે. આવામાં આ વસ્તુઓ પર ખર્ચ કરવો હકીકતમાં પાપ છે. સરકાર આને વિલાસ રૂપમાં ટેક્સ વસૂલે છે

 જીએસટી સેસની જેમ વસૂલાત

જુલાઈ-2017માં જ્યારથી દેશમાં જીએસટીની વ્યવસ્થા આવી છે. ત્યારથી તેમાં સૌથી વધુ ટેક્સ સ્લેબ 28 ટકા રાખવામાં આવ્યો. પરંતુ સિન ગુડ્સ અથવા લક્ઝરી ગુડ્સ માટે 15 ટકા સુધી સેસ અલગથી લગાવામાં આવ્યો. આની પર ટેક્સ લગાવવાનો હેતુ એવો હતો કે, આ આઈટમમાંથી આવતા નાણાં રાજ્યોના મહેસૂલી નુકસાનની ભરપાઈ કરશે, જે જીએસટીના અમલીકરણને કારણે થવાની સંભાવના છે.

 હવે આ Sin Tax સરકાર માટે સોનાનું ઈંડું આપતી કૂકડી બની ગઈ છે. આના લીધે સરકાર પાસે એટલા પૈસાની કમાણી થઈ રહી છે કે તમામ ખર્ચ પતાવતા રાદ્યોની લોન ચુકવ્યા પછી પણ સરકાર પાસે 70 હજાર કરોડ રુપિયા સુધી એકસ્ટ્રા વધે છે.

 સમય પહેલા લોન ચુકવાશે

કેન્દ્ર સરકારે કોવિડ-19ના સંકટ દરમિયાન રાજ્યો તરફથી લોન લેવાઈ હતી. આમાંથી મોટાભાગની લોન ચુકવવાની અંતિમ તારીખ માર્ચ 2026 છે. મળતી માહિતી અનુસાર, GST સેસ કલેક્શનના ટ્રેન્ડ મુજબ, સરકાર સમય પહેલાં તમામ લોન ચૂકવશે, તો પણ સરકાર પાસે 65 હજાર કરોડથી 70 હજાર કરોડ બાકી રહેશે.

સરકારના બજેટના આંકડા પણ આ દાવાની સાક્ષી પૂરે છે. નાણાકીય વર્ષ 2020-21માં સરકારનું GST સેસ કલેક્શન 85,191.9 કરોડ રૂપિયા હતું. પછી તે 2021-22માં રૂ. 1,05,000 કરોડ, 2022-23માં રૂ. 1,25,862.40 કરોડ અને 2023-24માં રૂ. 1,45,000 કરોડ થશે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં તે 1,50,000 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

GST કાઉન્સિલની બેઠકમાં સેસની ચર્ચા

જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે સેસ સિસ્ટમ માત્ર નક્કી મુદત માટે જ લાદવામાં આવી હતી. GST સેસનો આ સમયગાળો માર્ચ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં GST કાઉન્સિલની શનિવારે મળનારી 53મી બેઠકમાં ભવિષ્યમાં GST સેસને લઈને શું કરવું જોઈએ તેના પર ચર્ચા થઈ શકે છે. આ આઇટમ હેઠળ પ્રાપ્ત નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો.

  • Follow us on: