સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એસએમઈ)ના લિસ્ટિંગ માટેના નિયમોમાં વ્યાપક ફેરફાર કરે તેવી શકયતા છે.જેમાં લોટ સાઈઝ વધારી રૂ.ત્રણ લાખથી રૂ. પાંચ લાખ કરવા અને ટ્રેક રેકોર્ડ તથા માર્કેટ મેકિંગની શરતોને વધારી પ્રત્યેક માટે પાંચ વર્ષ કરવાની વાત સામેલ છે, એમ એક્સચેન્જ અને મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું.


આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે જ્યારે બજાર નિયમનકારે ટ્રેડર્સ અને રિટેલ રોકાણકારો વચ્ચે અતાર્કિક ઉત્સાહને કારણે આ ક્ષેત્રમાં ઉછાળો આવવાની ચેતવણી આપી હતી. સેબીના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષના અંત પહેલાં એસએમઈ લિસ્ટિંગ માટે કડક પ્રસ્તાવો લઈને આવશે. કડક દિશા-નિર્દેશો લોટ સાઈઝને રૂ.એક લાખથી વધારી રૂ.ત્રણ લાખથી રૂ.પાંચ લાખ કરવામાં આવે તેવી શકયતા માર્કેટ મેકિંગ એગ્રીમેન્ટને પણ વર્તમાનના ત્રણ વર્ષથી વધારી પાંચ વર્ષ કરવામાં આવે તેવી અપેક્ષા છે ટ્રેક રેકોર્ડ જરૂરિયાતને પણ ત્રણ વર્ષથી વધારી પાંચ વર્ષ કરવામાં આવી શકે નિયમોને કડક બનાવવા, ઊંચ્ચ નફાકારકતા, નેટ-વર્થ અનિવાર્યતાઓની પણ સંભાવના


  • Follow us on: