• ઘણા શેરો 52 સપ્તાહના તળિયાના સ્તરે સંઘર્ષ કરી રહ્યાં

  • એમએફ્માં એસઆઈપીનો શ્રોષ્ઠ ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે
  • જ્યારે બજારો ઘટે ત્યારે બજારોમાં થોડીક એકસામટી ફાળવણી પણ કરો

શેરબજાર અપેક્ષા મુજબ વધ્યું છે, ઘણા શેર્સ ખૂબ ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યાં છે. તે જ સમયે, ઘણા શેરો 52 સપ્તાહના તળિયાના સ્તરે સંઘર્ષ કરી રહ્યાં છે. વર્તમાન સમય પોર્ટફેલિયોને ચોક્સાઈથી તપાસવાનો છે. જે રોકાણકારો એમએફ્ દ્વારા અપ્રત્યક્ષ રીતે રોકાણ કરે છે, તેઓ એમએફ્માં એસઆઈપીનો શ્રોષ્ઠ ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. લાંબા ગાળા માટે SIP ચાલુ રાખો, સાથે જ્યારે બજારો ઘટે ત્યારે બજારોમાં થોડીક એકસામટી ફાળવણી પણ કરો.

કોઈપણ પોર્ટફેલિયો માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સતત ખરાબ દેખાવ કરનાર શેરને તેમાંથી બહાર કાઢો અને આઉટપરફોર્મર્સનો તેમાં સમાવેશ કરો. જેઓ વિનર્સ છે તેમને પાળો અને પોષો અને અંડરપરફોર્મર્સને કાઢીને બહાર ફેંકો. આ વાત કરવી સહેલી છે, અમલમાં મૂકવી ખૂબ અઘરી છે પરંતુ દરેક વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારવા અને આગળ વધવા માટે હિંમત ભેગી કરવી જોઈએ.

દરેક એવા IPOથી સાવચેત રહો કે જેના બિઝનેસ મોડલને સમજવું મુશ્કેલ છે અને જ્યાં કંપનીઓ હજુ ખોટ દર્શાવી રહી છે, જ્યારે નફે કેટલાક વર્ષો દૂર લાગે છે. ભારતીય રિટેલ અને HNI રોકાણકારોએ ઓક્ટોબર 2021 થી અત્યાર સુધીમાં 13 IPOમાં રૂ. 8,500 કરોડનું નુકસાન કર્યું છે. આમાંની મોટાભાગની નવા યુગની ટેક્નોલોજી કંપનીઓની છે.

મેક્રો હાઇપ પર ઓછું ધ્યાન આપો

પોર્ટફેલિયો માટે રોકાણના સમયગાળાને લંબાવવો એ નુકસાનને ટાળવા માટેની એક સરળ રીત છે. બજારના શ્રોષ્ઠ દિવસો ઘણીવાર સૌથી ખરાબ દિવસોને અનુસરે છે, એટલે જ્યારે ગભરાટના કારણે મોટા વેચાણ થાય ત્યારે તે તકનો લાભ ઉઠાવવા માટે માનસિક તૈયારી અત્યારથી કરો. અત્યારથી થોડી રોકડ રકમ બાજુમાં રાખો. કેમકે જ્યારે 2023માં નિફ્ટી 10 ટકા ઘટયો હશે ત્યારે તમારો ખરીદેલો શેર ખરીદ ભાવ 30 ટકા ઘટયો હોય અને તેના લાંબા ગાળાના ભવિષ્ય વિશે તમને કોઈ ચિંતા નથી તો બજારની સામે પડી તમે દરેક ઘટાડેએ સ્ટોક ખરીદી કરી શકો છો. અત્યારથી એવો વિચાર કરશો તો જ્યારે હકીકતમાં તેમ બનશે ત્યારે તમે સાચા અર્થમાં હિંમત કરી તેને અમલમાં મૂકી શકશો. એ જ રીતે જયારે બજારમાં મોટી તેજી થઈ રહી હોય ત્યારે સામે પડી, તમારી દૃષ્ટિએ મોંઘા બની ગયેલા શેર્સ જેમ ભાવ વધે તેમ વેચજો અને રોકડ ઊભી કરજો. જ્યારે વેચશો ત્યારે બીજા દિવસે ભાવ હજી થોડો વધશે અને જ્યારે ખરીદશો ત્યારે બીજા દિવસે ભાવ થોડો વધારે ઘટશે પણ સરવાળે તમારી પસંદગી સાચી હશે તો તમે મોટા પૈસા કમાઈ શકશો. જો 2023માં આટલું શીખશો તો આવી રહેલું નહીં પણ દરેક નવું વર્ષ મંગલ રહેશે !

2023 માટેની મુખ્ય ચિંતાઓ

(1 ) યુએસ ખાતે ઊંડી અને વ્યાપક મંદી થશે તો પરિણામે ડોલરમાં વૃદ્ધિ બેલેન્સ ઓફ્ પેમેન્ટ પર દબાણ લાવી શકે છે, સપ્લાય બંધ થવાને કારણે ઓઈલ અને ફ્ર્ટિલાઈઝરના ભાવમાં ફરી ઉછાળો ઊંચા ફૂગાવા અને ઊંચા દરોનું કારણ બની શકે છે.

(2) જો વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં લપસી જાય, તો તે ભારત માટે સારા સમાચાર નહીં હોય. કેમકે દેશ તેના ઉત્પાદનના લગભગ 20 ટકાની નિકાસ કરે છે. વિશ્વ સાથે ભારતના ઇક્વિટી રિટર્ન સંકળાયેલા છે અને તેથી વૈશ્વિક શેરના ભાવમાં વધુ ઘટાડો એ ભારતીય શેરોમાં ઘટાડાનું મુખ્ય કારણ બની શકે છે.

(3) ક્રૂડના ઊંચા ભાવ, સોનાના ભાવમાં વૃદ્ધિ અને સામાન્ય કરતાં વધુ વરસાદનો અર્થ FY23માં CPI ફૂગાવો 6.8 ટકા હોવાનો અંદાજ છે. FY24માં ફૂગાવો 5.2 ટકા સુધી હળવો થવાની સંભાવના છે.

(4) મોટાભાગની વસ્તુઓમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. કોમોડિટીઝના ભાવ ઘટતાં ફૂગાવો ધીમે ધીમે હળવો થશે

(5) 2021 -22માં ચાલુ ખાતાની ખાધ (GDP ના 1 .2%) રહી હતી જે 2022-23માં GDP ના 3.3 ટકા અને ઊંચી વેપાર ખાધ વચ્ચે 2023-24માં 3 ટકા રહેવાની સંભાવના છે. તેનાથી રૂપિયા પર દબાણ સર્જાય શકે છે.

(6) IPO/FPO/OFS ઇસ્યૂઝ વધી શકે છે, જે સેકન્ડરી બજારમાંથી પૈસો બહાર ખેંચી જઈ શકે છે.

2023 માટેના કેટલાંક થીમ્સ

(1 ) સરકાર દ્વારા ઉચ્ચ ઇન્ફ્રા અને મૂડી ખર્ચ

(2) રેલ્વે, રોડ, ડિફેન્સ અને PLI યોજનાઓ પર કેપેક્સ

(3) રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનું પુનરુત્થાન

(4) PLI આધારિત રોકાણ

(5) સસ્ટેનેબિલિટી સેક્ટરના નેતૃત્વમાં રોકાણોઃ ઈફજ અને રિન્યૂએબલ

2023- સ્મોલ કેપ્સ માટેનું વર્ષ

(6) સ્મોલકેપ્સ આલ્ફ જનરેશન માટે સારો દેખાવ ચાલુ રાખશે કારણ કે લાર્જ-કેપ્સની સરખામણીમાં સ્મોલ-કેપ્સનું વેલ્યૂએશન હજી સસ્તું છે .

(7) રેટ વૃદ્ધિની સાઈકલ 2023માં સમાપ્ત થશે જે સામાન્ય રીતે લાર્જ-કેપ કરતાં સ્મોલ-કેપ માટે વધુ પોઝિટિવ બની રહેતી હોય છે.

(8) કેપેક્સ / રિશોરિંગની થીમના મોટા લાભાર્થી સ્મોલ-કેપ શેર્સ છે. માલસામાનના ખર્ચ કરતાં સેવાઓનો ખર્ચ વધુ છે જે સ્મોલ કેપ્સને લાભ આપે છે.


  • Follow us on: