આપણે હવે મોટા ભાગના પેમેન્ટ ઓનલાઇન કરતા થઇ ગયા છીએ. પરંતુ ઘણીવાર સર્વરમાં પ્રોબ્લેમ હોવાને કારણે પેમેન્ટ થઇ શકતુ નથી. તેવામાં એક પ્રાઇવેટ બેંકની યુપીઆઇ સેવા નવેમ્બર માસમાં બે દિવસ માટે ઉપલબ્ધ રહેવાની નથી. કઇ બેંક છે અને ક્યારે નહી મળે આ સુવિધા આવો જાણીએ વિગત વાર.


નવેમ્બરમાં 2 દિવસ નહી થાય UPI ટ્રાન્સેક્શન

જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો અને યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા જઈ રહ્યા છો, તો ચાલો જાણીએ કે 5 નવેમ્બરના રોજ ક્યારે UPI સેવા બંધ રહેશે. દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકની UPI સેવા 2 દિવસ માટે ઉપલબ્ધ નહીં થાય. 5મી નવેમ્બર અને 23મી નવેમ્બરે HDFC બેંક દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ સેવા અસ્થાયી રૂપે બંધ રહેશે. HDFC બેંકની UPI સેવા આજે એટલે કે 5મી નવેમ્બરની રાત્રે બંધ રહેશે આવો જાણીએ કેમ.

 UPI સેવાઓ કેમ રહેશે બંધ ?

સિસ્ટમ મેન્ટેનન્સના કારણે HDFC બેંકની UPI સેવા થોડા સમય માટે બંધ રહેશે. બેંકે પહેલાથી જ ગ્રાહકોને જાણ કરી દીધી છે કે સિસ્ટમ મેન્ટેનન્સને કારણે UPI સેવાઓ 5મી નવેમ્બર અને 23મી નવેમ્બરની રાતથી સવાર સુધી બંધ રહેશે.

 કેટલા કલાક બંધ રહેશે?

HDFC બેંક દ્વારા સિસ્ટમની જાળવણીને કારણે UPI સેવા 5 નવેમ્બર અને 23 નવેમ્બરે અસ્થાયી રૂપે બંધ રહેશે. UPI સેવા બંને દિવસે મધરાત 12 થી સવારે 3 વાગ્યા સુધી બંધ રહેશે

સિસ્ટમ મેન્ટેનન્સને કારણે, HDFC બેંક દ્વારા 5 નવેમ્બરના રોજ UPI સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે, જેના કારણે બેંકિંગ સેવામાં થોડો વિક્ષેપ આવી શકે છે. બેંક ગ્રાહકો માટે નાણાકીય અને બિન-નાણાકીય UPI વ્યવહારો કરવા મુશ્કેલ બની શકે છે.

સેવાનો લાભ કોણ લઈ શકશે નહીં?

UPI સેવા બંધ થવાને કારણે HDFC બેંક સાથે સંકળાયેલા વેપારીઓ પણ UPIનો ઉપયોગ કરી શકશે નહીં. આ બંને તારીખ અને સમય દરમિયાન ગ્રાહકો માટે UPI વ્યવહારો ઉપલબ્ધ રહેશે નહીં. ભલે તમે આ માટે કોઈપણ ડિજિટલ એપનો ઉપયોગ કરો અથવા કોઈપણ કાર્ડનો ઉપયોગ કરો. સેવાનો લાભ HDFC દ્વારા આપવામાં આવશે નહીં, પરંતુ સિસ્ટમની મેન્ટેનન્સ થયા બાદ તમે ફરીથી UPI સેવાનો લાભ મેળવી શકશો.


  • Follow us on: