શેરબજારમાં આજે તેજી જોવા મળી. સેન્સેક્સે 300 પોઈન્ટના વધારા સાથે મજબૂત દેખાવ કર્યો હતો, જ્યારે નિફ્ટી પણ 50 પોઈન્ટના વધારા સાથે 23,250 પર ખુલ્યો હતો. શેરબજારમાં આજે તેજીનો દોર જોવા મળ્યો હતો. સેન્સેક્સે 300 પોઈન્ટના વધારા સાથે મજબૂત દેખાવ કર્યો હતો, જ્યારે નિફ્ટી પણ 50 પોઈન્ટના વધારા સાથે 23,250 પર ખુલ્યો હતો.
બજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે. સેન્સેક્સ 224.77 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 76,736.43 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 51.60 પોઈન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 23,227.65 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારોનો સકારાત્મક વલણઃ
વિદેશી બજારોમાં સ્થિરતા અને તેજીની અસર ભારતીય બજાર પર પણ પડી હતી. વિદેશી રોકાણકારોનું વળતર: FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા વધતી ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો.
આજે બેન્કિંગ, આઇટી અને ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું.
રૂપિયા અને ક્રૂડ ઓઈલમાં સ્થિરતા, આયાત આધારિત ક્ષેત્રને રાહત
ભારતીય રૂપિયો આજે નજીવા મજબૂતી સાથે 86.52 પ્રતિ ડોલર પર ખુલ્યો છે. સોમવારે તે એક દિવસ અગાઉ 86.69ની ઐતિહાસિક નીચી સપાટીએ હતો. ડૉલર ઇન્ડેક્સના નબળા પડવાના કારણે રૂપિયો મજબૂત થયો, જેણે આયાત આધારિત ક્ષેત્રોને થોડી રાહત આપી.