ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે પાકિસ્તાનના કારચી શેરબજારમાં મોટા ઘટાડો થયો હતો અને આજે પાકિસ્તાનમાં લાહોર અને કરાચી જેવા પ્રખ્યાત શહેરોમાં વિસ્ફોટને પગલે કરાચી શેરબજારમાં મોટો હડકંપ મચ્યો છે. કરાચી શેરબજામાં મોટો 7 ટકાનો ઘટાડો થયા બાદ ટ્રેડીંગ કારોબાર બંધ કરવામાં આવ્યો છે.


ગુરુવારે, અઠવાડિયાના ચોથા દિવસે, એક્સચેન્જ 7 ટકા ઘટ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્ટોક એક્સચેન્જમાં વેપાર બંધ થઈ ગયો. તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અને તેમના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો KSE-100 ઇન્ડેક્સ 23 એપ્રિલથી 5 મે દરમિયાન 3.7 ટકા ઘટ્યો છે. ખાસ કરીને 30 એપ્રિલના રોજ, પાકિસ્તાન સ્ટોક માર્કેટની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. પાકિસ્તાનના શેરબજારમાં LUCK, ENGROH, UBL, PPL અને FFC જેવી મોટી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે KSE-100 ઇન્ડેક્સ 1,100 પોઈન્ટ નીચે ગયો હતા. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે ભારત સાથે વધતા તણાવની પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. મૂડીઝ કહે છે કે જો તણાવ લંબાય છે, તો પાકિસ્તાનને વિદેશી સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે, જેનાથી તેના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ વધી શકે છે.

  • Follow us on: