ભારતીય શેરબજારમાં ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. એશિયન માર્કેટમાં સુસ્તીને લીધે ભારતીય માર્કેટ પણ રેડ ઝોનમાં ખુલ્યું હતું. પ્રી-ઓપન માર્કેટમાં પણ ઈન્ડેક્સ ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યો હતો. સવારે સવા નવ વાગ્યે શેરમાર્કેટ ખુલ્યું તો બીએસઈના 30 શેર્સ ઘટાડાની સાથે 79,298.46ના સ્તરે ખુલ્યા હતા. જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 100 અંકના ઘટાડા સાથે 24,100ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.. પરંતુ ત્યારબાદ આશરે દોઢ કલાક પછી બંને ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ફેરવાઈ ગયા હતા અને તેજી જોવા મળી હતી. 

નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં પ્રવેશ્યો
સેન્સેક્સની જેમ, નિફ્ટી ઈન્ડેક્સ (નિફ્ટી 50) પણ ઘટાડા સાથે રેડઝોનમાં ખુલ્યો હતો અને તે તેના અગાઉના 24,148.20ના બંધ સ્તરથી સરકી ગયો હતો અને 24,087.25ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી, ઘટાડો અચાનક વધી ગયો અને એનએસઈ ઈન્ડેક્સ 120.80 પોઈન્ટ ઘટીને 24,028ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. પરંતુ સવારે 11 વાગ્યાની આસપાસ તે પણ સેન્સેક્સની જેમ રિકવર થયો હતો અને 117 પોઈન્ટ વધીને 24,265ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો આવ્યો
આજે સોમવાર છે અને કારોબારના પહેલા જ દિવસે, શેરબજારે મોટા ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો અને સેન્સેક્સ તેના અગાઉના 79,486.32ના બંધની તુલનામાં ઘટાડો લઈને 79,298.46ના સ્તરે ખુલ્યો હતો. લાલ નિશાનમાં ખુલ્યા પછી, મિનિટોમાં ઘટાડો વધુ ઝડપી બન્યો અને સેન્સેક્સ 453.28 પોઈન્ટ સરકારીને સીધો 79,033ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

જો કે, ટ્રેડિંગના અડધા કલાકની અંદર, સેન્સેક્સ અને નિફ્ટી રિકવરી મોડમાં દેખાવા લાગ્યા. સેન્સેક્સનો શરૂઆથના ગાળાનો ઘટાડો સવારે 9.43 વાગ્યે માત્ર 35 પોઈન્ટ હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 24 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, દોઢ કલાકના કારોબાર દરમિયાન, 11 વાગ્યે, સેન્સેક્સ 359.45 પોઇન્ટના ઉછાળા સાથે 79,875ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.

ગયા અઠવાડિયે મોટી વધઘટ જોવા મળી
ગયા સપ્તાહે શેરબજારના પ્રદર્શન પર નજર કરીએ તો, BSE બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ માત્ર પાંચ દિવસમાં ટ્રેડિંગમાં 4813 પોઈન્ટ્સ તૂટ્યો હતો. 30 સપ્ટેમ્બરે 84,200ની તેની ઊંચી સપાટીથી, આ ઈન્ડેક્સ 8 નવેમ્બરના રોજ ઘટીને 79,486ના સ્તરે આવી ગયો હતો. આ સાથે NSE નિફ્ટી પણ પોતાના પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહ્યો છે. ગયા શુક્રવારે આ ઈન્ડેક્સ ઘટીને 24,248.20ના લેવલે બંધ થયો હતો.

 શેરબજાર ખુલતા આ શેર્સ તૂટયા
મળતી માહિતી અનુસાર, જો આપણે શેરબજારના ઘટાડા વચ્ચે સૌથી વધુ ઘટેલા શેરો પર નજર કરીએ તો, લાર્જ કેપ કંપનીઓમાં સામેલ એશિયન પેઇન્ટ શેર 8.49 ટકા ઘટીને રૂપિયા 2534.05 થયો હતો. આ સિવાય એક્સિસ બેન્કનો શેર 1.34 ટકાના ઘટાડા સાથે રૂપિયા 1145.95 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાજ ફાયનાન્સ શેર અને અદાણી પોર્ટ શેર પણ 1 ટકાથી વધુની ખોટ સાથે ખુલ્યા હતા.

શરૂઆતના વેપારમાં, આરતી ઈન્ડસ્ટ્રીઝ શેર સહિતની મિડકેપ કંપનીઓનો શેર 7.90 ટકાના વ્હર્લપૂલ શેર 4.09%, UPL શેર 3.77%, RVNL શેર 2.77% અને સુઝલોન શેર 2.30% ના ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, જો આપણે સ્મોલ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ શેર વિશે વાત કરીએ, તો IFGL એક્સપોર્ટનો શેર 9.91% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  
  • Follow us on: