મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,293.60 ની સરખામણીમાં 76,188.24 પર ખુલ્યો હતો. આ પછી ટ્રેડિંગના ટૂંકા ગાળામાં વધારે ડાઉન થયુ હતું. સમાચાર લખતી વખતે ટ્રેડિંગના અડધા કલાકની અંદર, BSE સેન્સેક્સ 823 પોઈન્ટ ઘટીને 75,469 પર ટ્રેડ કરી રહ્યો હતો.સેન્સેક્સની જેમ, નિફ્ટીમાં પણ રેડ ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યા પછી ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 213 પોઇન્ટના ઘટાડા સાથે 22,858 અંકે બંધ થયો હતો.
મંગળવારે સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટ્યો
મહત્વનું છે કે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજારમાં મોટો કડાકો થયો હતો. બપોરે 3.30 કલાકે મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી બંને સૂચકાંકો દિવસભર રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 1,018.20 પોઈન્ટ અથવા 1.32 ટકા ઘટીને 76,293.60 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 309.80 પોઈન્ટ અથવા 1.32 ટકા ઘટીને 23,071.80 પર બંધ થયો. છેલ્લા 5 ટ્રેડિંગ સત્રોમાં થયેલા ઘટાડાને કારણે, સેન્સેક્સ 2,290.21 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 667.45 પોઈન્ટ ઘટ્યો છે.
રિલાયન્સના શેરમાં 3 ટકાનો ઘટાડો
શેરબજારમાં ઘટાડા વચ્ચે ટોચના નુકસાનકર્તા શેરોની વાત કરીએ તો લાર્જ કેપમાં સમાવિષ્ટ M&M શેર (3.50%) ઘટીને રૂ. 2976 પર આવી ગયો, જ્યારે Zomato શેરમાં ઘટાડો અટકી રહ્યો નથી અને તે રૂ. 207 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે 3.41% ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, મુકેશ અંબાણીનો રિલાયન્સ શેર 3.18 ટકા ઘટીને રૂ. 1194 પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ ઉપરાંત, આ શ્રેણીમાં અદાણી પોર્ટ્સ (2.63%), ઇન્ડસઇન્ડ બેંક (2.48%), પાવરગ્રીડ શેર (2.20%), એક્સિસ બેંક શેર (2.16%) લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, ITC, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, SBI, NTPC, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 402.12 લાખ કરોડ થઈ ગયું છે, જે પાછલા ટ્રેડિંગ સત્રમાં રૂ. 408.52 લાખ કરોડ હતું. એટલે કે આજે બજાર ખુલવાની સાથે જ રોકાણકારોને 6.40 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.