ભારતીય શેરબજાર આજે એટલે કે, 04 નવેમ્બરે સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 600થી વધુ પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. આજે આખા દિવસભરમાં માર્કેટમાં સતત ઘટાડો જ જોવા મળ્યો હતો. જો કે બપોર બાદ થોડી રિકવરી બાદ ફરી એકવાર કડાકા સાથે બંધ થયું હતું.  સેન્સેક્સ 942 પોઈન્ટ એટલે કે, 1.18 ટકાના ઘટાડા સાથે 78,782.24ના લેવલ ઉપર બંધ થયો.


[[$googlead]]

આ સિવાય એનએસઈનો નિફ્ટી 309 પોઈન્ટ એટલે કે, 1.27 ટકાના ઘટાડા સાથે 23,995.35 પર બંધ થયો હતો.ભારતીય શેરબજાર માટે આજનો દિવસ સુનામી જેવો રહ્યો હતો. નિફ્ટી, સેન્સેક્સ નિફ્ટી બેંક અને મિડકેપ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. 

સેન્સેક્સ-નિફ્ટી શેર્સનું સ્ટેટસ

[[$alsoread]]

સેન્સેક્સના 30માંથી 24 શેરો ઘટાડા સાથે અને 6 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. આ સિવાય નિફ્ટીમાં 50માંથી 42 શેરો ઘટ્યા હતા અને માત્ર 8 શેર જ તેજી સાથે બંધ થયા હતા.

BSEનું માર્કેટ કેપ જાણો

જો આપણે BSEના માર્કેટ કેપ પર નજર કરીએ તો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ રૂપિયા 442.02 લાખ કરોડ સાથે બંધ થયું છે અને 4199 શેર્સમાંથી 2713 શેરના ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું છે. 1354 શેરમાં વધારો થયો હતો અને 132 શેરમાં કોઈ ફેરફાર કર્યા વિના ટ્રેડિંગ સમાપ્ત થયું હતું.

નિફ્ટીની 50માંથી 42 કંપનીઓના શેર ઘટ્યા હતા

સોમવારે સેન્સેક્સની 30માંથી 24 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા અને માત્ર 4 કંપનીઓના શેર જ લાભ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50 કંપનીઓમાંથી 42 કંપનીઓના શેર લાલ નિશાનમાં ઘટાડા સાથે બંધ થયા હતા અને માત્ર 8 કંપનીઓના શેર જ ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. આજે ઓપન માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ લાલ નિશાને ઘટાડો દર્શાવવાનું શરૂ કર્યું હતું અને એક સમયે સેન્સેક્સ 78,232.60 પોઈન્ટ અને નિફ્ટી 50 ઘટીને 23,816.15 પોઈન્ટ પર આવી ગયો હતો. 

દિવાળીના વિશેષ મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો નોંધાયો હતો

દિવાળીના તહેવારે 1 નવેમ્બરના રોજ શેરબજારમાં એક કલાકનું સ્પેશિયલ મુહૂર્તનું ટ્રેડિંગ થયું હતું. જેમાં સેન્સેક્સ 335 પોઈન્ટના વધારા સાથે 79,724 પર બંધ રહ્યો હતો. આ સમયે, નિફ્ટીમાં 99 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે 24,304 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ પછી, સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી, 26 ઉપર હતા, જ્યારે 4 ડાઉન હતા. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 42 શેરોમાં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 8 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.

 





Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: