• NSEનો નિફ્ટી 0.46% નો વધારો
  • BSEનો સેન્સેક્સ 0.47% નો વધારો
  • આજે માર્કેટ ઘટાડા સાથે થયું બંધ

ગુરુવારે શેર માર્કેટ વધારા સાથે બંધ થયુ છે. સેન્સેક્સ 306 પોઇન્ટ વધીને 65,982.48 સુધી પહોંચ્યો છે એટલે કે સેન્સેક્સમાં 0.47 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 89.75 પોઇન્ટના વધાપા સાથે 19,765.20 અંક પર બંધ છયો છે. નિફ્ટીમાં 0.46 ટકાનો વધારો નોંધાયો છે. 

શરૂઆતી કારોબારનું નુકસાન રિકવર

સેન્સેક્સ સવારે 10 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 65,665.87 પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, એક સમયે તે ઘટીને 65,507.02 પોઈન્ટ્સ થઈ ગયો હતો, જ્યારે એક સમયે તે 66,358.37 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચવામાં પણ સફળ રહ્યો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ 306.55 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 65,982.48 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી 87.10 પોઈન્ટ્સ અથવા 0.44 ટકાના વધારા સાથે 19,762.55 પોઈન્ટ પર રહ્યો.

ઉછાળો યથાવત 

આ પહેલા બુધવારે સ્થાનિક બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે BSE સેન્સેક્સ 742.06 પોઈન્ટ અથવા 1.14 ટકા ઉછળીને 65,675.93 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 231.90 પોઈન્ટ અથવા 1.19 ટકાના ઉછાળા સાથે 19,675.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બંને મુખ્ય સૂચકાંકોએ આજે ​​પણ એક દિવસ પહેલા જોવા મળેલો અદભૂત ઉછાળો ચાલુ રાખ્યો છે.

આઇટી શેર્સની આગેવાની

સેન્સેક્સની કંપનીઓ પર નજર કરીએ તો આજે તેમાંથી મોટાભાગની કંપનીઓ નફાકારક રહી છે. ટ્રેડિંગના અંત પછી, સેન્સેક્સના 30માંથી 22 શેર નફામાં હતા, જ્યારે 4 નુકસાન સાથે બંધ થયા હતા. આઇટી શેર્સ આજે સૌથી વધુ ઉછળ્યા હતા અને તેમણે બજારની તેજીનું નેતૃત્વ કર્યું હતું.

મોટા શેરોમાં તેજી

TCSનો શેર સૌથી વધુ 3 ટકા મજબૂત થયો હતો. એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના શેરમાં 2.32 ટકાથી 2.82 ટકાનો વધારો થયો હતો જ્યારે બજાજ ફાઇનાન્સમાં લગભગ 2 ટકાનો વધારો થયો હતો. એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, વિપ્રો, ટાટા મોટર્સ જેવા શેરોમાં પણ સારો ફાયદો થયો હતો. બીજી તરફ એક્સિસ બેન્કને સૌથી વધુ દોઢ ટકાનું નુકસાન થયું છે. પાવર ગ્રીડ કોર્પોરેશનને પણ એક ટકાથી વધુનું નુકસાન થયું હતું.


  • Follow us on: