ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે એટલે કે, મંગળવારે (17 સપ્ટેમ્બરે) નજીવા વધારા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 90.88 પોઈન્ટ એટલે કે 0.11 ટકાના વધારા સાથે 83,079 અંક પર બંધ થયો છે. જ્યારે NSEનો નિફ્ટી 32.75 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના વધારા સાથે 25,416 અંક પર બંધ રહ્યો હતો.


સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, બજારમાં તેજી અને મંદીના સેન્ટિમેન્ટનું લગભગ સમાન વિતરણ હતું. 26 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીના 24 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સૌથી વધુ નફો કરનારાઓમાં NTPC, JSW સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નો સમાવેશ થાય છે, જ્યારે સૌથી વધુ નુકસાનમાં બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, SBI લાઇફ ઇન્શ્યોરન્સ કંપની અને બ્રિટાનિયા સામેલ હતા.


  • Follow us on: