- NSEનો નિફ્ટી 0.58% નો વધારો
- BSEનો સેન્સેક્સ 0.74%નો વધારો
- આજે માર્કેટ વધારા સાથે થયું બંધ
ભારતીય શેરબજાર માટે ડિસેમ્બર મહિનો અને શ્રેણીનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી જૂની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો જ્યારે સેન્સેક્સ ફરીથી 67,000ને પાર કરવામાં સફળ રહ્યો હતો. FMCG - બેન્કિંગ શેરોમાં રોકાણકારોની ખરીદી અને મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં તેજ રહેવાના કારણે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું.ડિસેમ્બર માસની શરૂઆત થતા જ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્કેટ બંધ પણ લીલી નિશાન સાથે જ થયુ હતું. બીએસઇના સેન્સેક્સમાં 0.74% ટકાના વધારા સાથે સેન્સેક્સ 67,481.19 અંક પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 0.58 ટકાના વધારા સાથે 20,248.95 પર રહેવા પામ્યો હતો.
ક્ષેત્રની સ્થિતિ










