ભારતીય શેરબજાર આજે એટલે કે, 28 ઑક્ટોબરે સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 300થી વધુ પોઈન્ટ વધીને ખુલ્યું હતું. આજે  સેન્સેક્સ 602 પોઈન્ટના વધારા સાથે 80,005 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 186 પોઈન્ટ વધીને 24,367ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 25 પોઈન્ટ વધ્યા અને 5 ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઉપર અને 14 ડાઉન હતા. NSEના તમામ સેક્ટર ભારે તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી મેટલ સૌથી વધુ 2.54% વધ્યો હતો.


આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો

નિફ્ટી પેક શેરોમાં આજે સૌથી વધુ વધારો શ્રીરામ ફાયનાન્સમાં 5.43 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 3.96 ટકા, ICICI બેન્કમાં 3.08 ટકા, વિપ્રોમાં 2.83 ટકા અને આઈસર મોટર્સમાં 2.67 ટકાનો વધારો નોંધાયો હતો. આ સમયે, સૌથી મોટો ઘટાડો કોલ ઈન્ડિયામાં 4.08 ટકા, બજાજ ઓટોમાં 2.07 ટકા, એક્સિસ બેન્કમાં 1.35 ટકા, હીરો મોટોકોર્પમાં 1.11 ટકા અને BELમાં 0.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

 તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં

અઠવાડિયાના પહેલા દિવસે ટ્રેડિંગ સત્રમાં શેરબજારના તમામ લોકલ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા હતા. નિફ્ટી પીએસયુ બેન્કમાં સૌથી વધુ 3.98 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.38 ટકા, નિફ્ટી મેટલમાં 2.40 ટકા, નિફ્ટી મીડિયામાં 1.92 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી બેન્કમાં 1.09 ટકા, નિફ્ટી ઓટોમાં 0.70 ટકા, નિફ્ટી ફાયનાન્સિયલ સર્વિસિસમાં 0.68 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.61 ટકા, નિફ્ટી આઇટીમાં 0.48 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.43 ટકા, નિફ્ટી રિયલ 184માં 0.43 ટકા. નિફ્ટી હેલ્થકેરમાં ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.30 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગૅસમાં 0.26 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.80 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ અગાઉ શુક્રવારે એટલે કે, 25 ઑક્ટોબરે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 662 પોઈન્ટ 0.83 ટકાના ઘટાડા સાથે 79,402 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 218 પોઈન્ટ 0.90 ટકા ઘટીને 24,180ના લેવલ પર બંધ થયો. આ દરમ્યાન સ્મોલ કેપ 1,307 પોઈન્ટ 2.44 ટકા ઘટીને 52,335ના સ્તરે બંધ રહ્યો હતો.


 



Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: