સોમવારે શેરબજાર લાલ નિશાને ખૂલ્યુ અને લાલ નિશાનમાં જ બંધ થયુ, બપોરે 3.30 કલાકે સેન્સેક્સ −176.80 પોઇન્ટના ઘટાડા સાથે 81,274.21 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી −60.35  અંકના ઘટાડા સાથે 24,690.35 અંક પર બંધ થયો. 

લાલ નિશાનમાં માર્કેટ બંધ

શેરબજાર નીચા સ્તરે બંધ થયુ છે. નિફ્ટી બેંકની રેકોર્ડ ક્લોઝિંગ થઇછે. નિફ્ટી બેંકમાં સતત ચોથા દિવસે વધારા સાથે બંધ થયુ. મિડકેપ, સ્મોલ કેપ શેરમાં ખરીદી રહી જ્યારે રિયલ્ટી, પીએસયુ બેંક, એફએમસીજી શેર્સમાં ખરીદી રહી. જો કે મેટલ, આઇટી , તેલ અને ગેસના શેર પર દબાણ રહ્યું

નિફ્ટી ટોપ ગેનર અને ટોપ લૂઝર

અદાણી પોર્ટ્સ, એમએન્ડ એમ, ઇટર્નલ, ટાટા કન્સ્યુમર, પાવર ગ્રિડ કોર્પ નિફ્ટીના ટોપ ગેનર રહ્યા જ્યારે હીરો મોટો કકોર્પ, ટેક મહિન્દ્રા, એચડીએફસી લાઇફ, ટાટા મોટર્સ નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા