શેરબજારમાં મંગળવારની શરૂઆત સુસ્તી સાથે રહી. મંગળવારે બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાને બંધ થયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 636 પોઇન્ટના ઘટાડા સાથે  80,705.90 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 174 પોઇન્ટના ઘટાડા સાથે  24,538 અંકે બંધ થયો. 


લાલ નિશાનમાં બજાર બંધ 

કેમિકલ અને ફર્ટીલાઇઝરમાં તોફાની તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ વીકલી એક્સપાયરી પર બજારમાં નબળાઇ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. સ્મોલકેપ શેરમાં દબાણ જોવા મળ્યું. રેકોર્ડ ઊંચાઇ પછી નિફ્ટી બેંક ઘટીને બંધ થયો. PSE, એનર્જી, તેલ-ગેસ શેરમાં દબાણ રહ્યુ જ્યારે રિયલ્ટી, ડિફેન્સ શેરમાં ખરીદી રહી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા તૂટ્યો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયો.

સતત ત્રીજીવાર લાલ નિશાને 

એશિયાઇ બજારોમાં તેજી હોવા છતાં પણ ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત જોવા મળ્યો છે. સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં બજાર લાલ નિશાન સાથે બંધ થયું. આવી જ રીતે ગયા મંગળવારે પણ લાલ નિશાનમાં જ માર્કેટ બંધ થયુ હતું. રોકાણકારોનું હાઇ વેલ્યૂએશન, સેન્સેક્સ ઇન઼્ડેક્સની વીકલી એક્સપાયરી પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ફસાવવાને કારણે બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. 



 વધુ અપડેટ માટે જુઓ,  https://sandesh.com/stockmarket



  • Follow us on: