શેરબજાર આજે લીલા નિશાનમાં જોવા મળ્યું છે. નિફ્ટી નજીવા વધારા સાથે સાવ ફ્લેટ જોવા મળ્યુ છે. ત્યારે બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 260 પોઇન્ટના વધારા સાથે 80,967.31 અંક પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 77 પોઇન્ટના વધારા સાથે 24,620 અંક પર બંધ થયો છે. 

લીલા નિશાને બંધ માર્કેટ

બેંક નિફ્ટીમાં જોકે થોડી નબળાઇ જોવા મળી છે. મિડકેપ અને સ્મોલ કેપપણ આજે નાની રેંજમાં છે. આ વચ્ચે ડિફેન્સમાં સતત તોફાની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ડિફેન્સ 2 ટકાથી વધારે મજબૂત રહ્યો. ગાર્ડન રીચ લગભગ 9 ટકા વધીને રેકોર્ડ ઊંચાઇ પર પહોંચી છે.

ન્યૂ એજ કંપનીઓનો ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. જી, હા સ્પેસની લિસ્ટેડ કંપનીઓ પહેલાની સરખામણીએ સારુ પ્રદર્શન કરી રહી છે. 12 લિસ્ટેડ કંપનીઓમાંથી 6ના પરિણામોમાં સુધાર આવ્યો છે. કંપનીઓએ ફરીથી નફામાં વધારો થયો છે. ક્વિક કોમર્સ કંપનીઓની આવક વધી રહી છે.

આરબીઆઇની નાણાકીય નીતિ બેઠક શરૂ 

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી ત્રણ દિવસ માટે મુંબઇમાં શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં નીતિગત વ્યાજદરો પર નિર્ણય લેવાશે. જો કે આ નિર્ણયની જાહેરાત તો 6 જૂને થશે. કેન્દ્રીય બેંકના ગર્વનર સંજય મલ્હોત્રા તેની જાહેરાત કરશે આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે દેશમાં મોંઘવારીમાં થોડી રાહત જોવા મળી છે. સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યન્વય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં રિટેઇલ મોંઘવારી એપ્રિલમાં ઘટીને 3.16 ટકા રહી ગઇ છે. જે માર્ચમાં 3.34 ટકા હતી. જો કે મોંઘવારી દર 4 ટકાથી ઓછી છે. એવામાં સમિતિ નીતિગત નિર્ણય લેતા સમયે ધ્યાન રાખી શકે છે.

ઘટી શકે રેપો રેટ

એસબીઆઇ રિપોર્ટ અનુસાર આ બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના છે. આરબીઆઇ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. જેનુ કારણ દર્શાવતા કહ્યું છે કે આમ કરવાનું કારણ દેવુ ઘટાડીને આર્થિક અનિશ્ચિતતાઓની અસરને ઓછું કરવાનો છે.

9 એપ્રિલે કરાયો હતો ઘટાડો

મહત્વનું છે કે 9 એપ્રિલના રોજ પણ RBIએ લોનધારકોને મોટી રાહત આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો હતો.. RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરાયો હતો..

ફેબ્રુઆરીમાં પણ કર્યો હતો ઘટાડો

બ્રુઆરી 2023 થી RBI એ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2025 માં ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.વધુ અપડેટ માટે જુઓ.. https://sandesh.com/stockmarket