ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સવારે લીલા નિશાનમાં માર્કેટ ખૂલ્યા બાદ બપોરે 3.30 કલાકે માર્કેટ લીલા નિશાને જ બંધ થયુ. સેન્સેક્સ +443.94 પોઇન્ટના વધારા સાથે 81,442.19 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 141.10 પોઇન્ટના વધારા સાથે 24,761.30 અંક પર બંધ થયો. મહત્વનું છે કે આજે સવારે પણ  સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જોવા મળ્યો હતો. . એશિયાઇ બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર આજે લીલા નિશાને ખૂલ્યુ હતુ.ં  ઓટો, ફાર્માસ્યૂટિકલ્સ અને પીએસયુ બેંક શેરમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી.

લાલ નિશાનમાં થઇ હતી શરૂઆત

સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +289.34 પોઇન્ટના વધારા સાથે 81,287.59 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +89.35 પોઇન્ટના વધારા સાથે 24,709.55અંક પર ખૂલ્યો હતો.


લીલા નિશાનમાં ખૂલ્યુ માર્કેટ

વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેર બજાર ગુરુવારે વધારા સાથે ખૂલ્યુ હતું. પરિણામે રોકાણકારો સતર્કતા દાખવી રહ્યા છે. આજે બજાર સિમિત દાયરામાં જ કારોબાર કરે તેવી સંભાવના છે. આ પહેલા બુધવારે બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી-50 લાલ નિશાનમાં જ બંધ થયા હતા. આરબીઆઇ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની આશાએ રોકાણકારોમાં પોઝિટીવ વલણ જોવા મળી રહ્યું છે.


વૈશ્વિક બજારોમાં શું સંકેત ? 


ગુરુવારે એશિયન બજારોમાં મિશ્ર વેપાર થયો. અમેરિકામાં ખાનગી ક્ષેત્રના નબળા ભરતી ડેટાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર વેપાર નીતિની અનિશ્ચિતતાની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ઘટ્યો હતો. જ્યારે વ્યાપક ઇન્ડેક્સ ટોપિક્સ 0.5 ટકા નીચે હતો. કોસ્પી 0.95 ટકા વધ્યો, ASX 200 0.2 ટકા વધ્યો.

વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ 0.22 ટકા ઘટ્યો. S&P 500 0.01 ટકાનો નજીવો વધારો થયો, જ્યારે નાસ્ડેક 0.32 ટકા વધ્યો. ડેટા મોરચે, બજાર યુએસના પ્રારંભિક બેરોજગારીના દાવાઓ, એપ્રિલ વેપાર ડેટા, ચીનના મે PMI અને યુરોપિયન સેન્ટ્રલ બેંકના દર નિર્ણય પર નજર રાખશે.




વધુ અપડેટ માટે જુઓ.. https://sandesh.com/stockmarket