- NSEનો નિફ્ટી 0.035 ટકા વધ્યો
- BSEનો સેન્સેક્સ 0.16 ટકા વધ્યો
- આજે માર્કેટ તેજી સાથે થયું હતું ઓપન
ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે મામુલી વધારા સાથે બંધ થયું હતું. પરંતુ બેન્કિંગ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં વધારો નોંધાયો હતો. આજના કોરોબારના અંતે BSEનો સેન્સેકસ 23 પોઇન્ટના વધારા સાથે 64,965 અંક પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 30 પોઇન્ટના વધારા સાથે 19,437 અંક સાથે બંધ થયો છે.
બજારની સ્થિતિ
આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 397 પોઈન્ટ અથવા 0.99 ટકાના ઉછાળા સાથે 40,447 પોઈન્ટ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીનો સ્મોલ કેપ ઈન્ડેક્સ 92 પોઈન્ટના ઉછાળા સાથે 13,335 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કોમોડિટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી અને મીડિયા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર ઉછાળા સાથે અને 14 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 33 શૅર લાભ સાથે અને 17 શૅર ઘટાડા સાથે બંધ થયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે બુધવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 320.45 લાખ કરોડ હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 319.07 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.38 કરોડનો વધારો થયો છે.
વધતા- ઘટતા શેરો
આજના કારોબારમાં એશિયન પેઇન્ટ્સના શેર 2.09 ટકા, ટાઇટન 1.24 ટકા, લાર્સન 1.16 ટકા, ITC 0.95 ટકા, HUL 0.68 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે ICICI બેન્ક 1.44 ટકાના ઘટાડા સાથે, NTPC 1.05 ટકાના ઘટાડા સાથે, ઇન્ફોસિસ 0.87 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.