શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ. જયારે આજે બજાર બંધ થવાના સમયે સેન્સેકસ −219.93ના ઘટાડા સાથે (0.27%) 81,331.70 ના સ્તર પર બંધ થયો. જ્યારે આ જ સમયે નિફ્ટી −74.30 (0.30%)ના ઘટાડા સાથે 24,751.90 ના સ્તર પર બંધ થયો.
બજારના આરંભે આજે બુધવારના દિવસે સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેકસ +20.61 (0.025%)ના ઉછાળા સાથે 81,572.24 ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +35.60 (0.14%)ના ઉછાળા સાથે 24,861.80 ના સ્તર પર ખૂલ્યો. આજે સરકારી કંપની NMDC એ તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ ત્રિમાસિક પરિણામો પછી, કંપનીના શેરના વેચાણના કારોબાર શરૂ થયો. અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે આ કંપનીના શેર લગભગ 3% ઘટીને ₹70 ના સ્તરે પહોંચી ગયો.
બુધવારે, શેરબજારમાં સેન્સેકસ અને નિફ્ટીનો ટ્રેન્ડ બજારના આરંભ સાથે સાથે બદલાયો. મંગળવારના મોટા ઘટાડા પછી, બુધવારે સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા અને થોડીવારમાં જ બંને ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. પરંતુ આ વધારો ફક્ત થોડી મિનિટો માટે જ રહ્યો અને પછી અચાનક ફરી ઘટાડો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરના સેન્સેક્સ ખુલ્યા પછી 200 પોઈન્ટનો ઘટાડો થયો હતો પરંતુ થોડા સમય પછી તેમાં 50 પોઈન્ટના વધારા સાથે કારોબાર થતો જોવા મળ્યો.
જણાવી દઈએ કે મંગળવારે બજારમાં નબળી શરૂઆત જોવા મળી હતી. જ્યારે બજાર બંધ થવાના સમયે પણ સેન્સેકસ અને નિફ્ટી મોટા ઘટાડો સાથે બંધ થયા હતા. સેન્સેકસ −631.91 (0.77%)ના ઘટાડા સાથે 81,544.54ના સ્તર પર બંધ થયો. જયારે નિફ્ટી પણ −174.40 (0.70%)ના ઘટાડા સાથે 24,826.75 ના સ્તર પર બંધ થયો હતો.