શેરબજારમાં આજે મંગળવારના દિવસે સારી શરૂઆત જોવા મળી. અત્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેકસમાં 800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 24,700એ ટ્રેડ કરી રહ્યો છે. ગત સપ્તાહથી બજારમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. અને આ સપ્તાહમાં પણ મંદીની અસર દેખાઈ રહી છે. કારણ કે બજારમાં આજે સારી શરૂઆત બાદ પણ દિવસ જતા સેન્સેકસ અને નિફ્ટીમાં મોટો ઘટાડો થવા લાગ્યો હતો.

સેન્સેકસ 800 પોઈન્ટના ઘટાડા સાથે 81,227.42ના સ્તર પર બંધ થયો. અને નિફટી પણ −255.35 (1.02%)ના ઘટાડા સાથે 24,690.10ના સતર પર બંધ થયો.

બજારના આરંભે આજે શેર બજાર આજે લીલા રંગમાં શરૂ થયું હતું. સેન્સેકસ +101.43 પોઈન્ટના ઉછાળા સાથે 82,160.85ના સ્તર પર ખૂલ્યો હતો અને નિફ્ટી +14.50 (0.058%)ના ઉછાળા સાથે 24,959.95ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે બપોરે 2.45 વાગ્યે BSE સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ નીચે હતો. તે જ સમયે, NSE નિફ્ટી 244 પોઈન્ટ (-0.98%) ઘટીને 24,701.45 પર બંધ રહ્યો.  નિફ્ટી ઘટાડાની બેવડી સદીની નજીક હતો. તે 192 પોઈન્ટ ઘટીને 24753 પર છે. NSE પર 2817 શેર ટ્રેડ થઈ રહ્યા છે. તેમાંથી 954 લીલા અને 1788 લાલ છે. ઘટાડા છતાં, 113 શેરોએ ઉપલી સર્કિટ લગાવી અને 45 એક વર્ષની ટોચે પહોંચ્યા.

સોમવારે સારી શરૂઆત બાદ આજે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી −272.19 (0.33%) પોઈન્ટનો ઘટાડા સાથે 82,058.41ના સ્તર પર બંધ થયા. જયારે નિફ્ટી −74.30 (0.30%) ઘટાડો થતા 24,945.50ના સ્તર પર બંધ થયો. જો કે આજનો દિવસ પારસ ડિફેન્સ માટે વધુ સારો રહ્યો.  પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીના શેરમાં રોકેટ જેવો વધારો જોવા મળ્યો. સોમવારે પારસ ડિફેન્સના શેર 8% ઇન્ટ્રાડે વધીને રૂ. 1943.60 પર પહોંચી ગયા હતા.