શેરબજારમાં આજે સામાન્ય વધારા સાથે શરૂઆત જોવા મળી હતી. જ્યારે બજાર બંધ થવાના સમયે આજે સેન્સેકસ +364.45 (0.45%)ના ઉછાળા સાથે 81,550.88ના સ્તર પર બંધ થયા. અને નિફ્ટી +110.75 (0.45%)ના ઉછાળા સાથે 24,794.65ના સ્તર પર બંધ થયો.
બજારના આરંભે આજે સેન્સેકસ અને નિફ્ટીમાં નજીવો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસમાં+126.70 (0.16%)ના ઉછાળા સાથે 81,313.13ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +51.60 (0.21%)ના ઉછાળા સાથે 24,735.50ના સ્તર પર ખૂલ્યો. આજે બુધવારે સંરક્ષણ ક્ષેત્રની કંપની ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડ તેજસ અને બ્રહ્મોસ મિસાઇલ જેવા ફાઇટર એરક્રાફ્ટમાં વપરાતી ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. બ્રહ્મોસ મિસાઈલ ભારતની સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી મિસાઈલોમાંની એક છે, જે તેની ઉચ્ચ ગતિ અને ચોકસાઈ માટે જાણીતી છે. આજે ટ્રેડિંગ દરમિયાન શેરમાં 4% થી વધુનો વધારો થયો હતો. તેની કિંમત 2829 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
