મંગળવારે બજારમાં નબળી શરૂઆત જોવા મળી હતી. જ્યારે બજાર બંધ થવાના સમયે પણ સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેકસ −631.91 (0.77%)ના ઘટાડા સાથે 81,544.54ના સ્તર પર બંધ થયો. જયારે નિફ્ટી પણ −174.40 (0.70%)ના ઘટાડા સાથે 24,826.75 ના સ્તર પર બંધ થયો. બજારમાં નબળી શરૂઆત અને બંધ થવાના સમયે પણ 600થી વધુનો ઘટાડો થતા તેજીની ચાલ પર બ્રેક લાગતા રોકાણકારો નિરાશ થયા હતા.
આજે સેન્સેકસ −741.70 (0.90%) પોઈન્ટ ઘટાડા સાથે 81,434.76 ના સ્તર પર ખૂલ્યો. અને નિફ્ટી −177.45 (0.71%)ના ઘટાડા સાથે 24,823.70 ના સ્તર પર ખૂલ્યો. હતો. જયારે સોમવારે સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. અને બજાર બંધ થવા સમયે સેન્સેકસમાં +461.97 (0.57%)ના ઉછાળો જોવા મળ્યો. સેન્સેકસ 82,183.05ના સ્તર પર બંધ થયો હતો. અને આ જ સમયે નિફ્ટી +143.75 (0.58%)ના ઉછાળા સાથે 24,996.90ના સ્તર પર બંધ થયો હતો. સોમવારે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં તેજી જોવા મળી હતી.
