આજે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારના રોજ બજાર બંધ થવાના સમયે સેન્સેક અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ −209.66 (0.26%)ના ઘટાડા સાથે 81,423.36 ના સ્તર પર બંધ થયો. જયારે નિફ્ટી −83.85 (0.34%) ના ઘટાડા સાથે 24,749.75ના સ્તર પર બંધ થયો. 

આજે શેરબજારમાં સેન્સેકસ +5.91 (0.0072%)ના ઉછાળા સાથે 81,638.93 ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +25.65 (0.10%)ના ઉછાળા સાથે 24,859.25 ના સ્તર પર ખૂલ્યો હતો. જો કે બજારના આરંભ બાદ ગણતરીના સમયમાં સેન્સેકસ અને નિફ્ટીમાં નબળી શરૂઆત જોવા મળી. આજે મલ્ટિબેગર સ્ટોક પોકરના શેરમાં ઉપરની સર્કિટ છે. કંપનીના શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો છે.

બીએસઈ પર શેર 5 ટકા વધીને રૂ. 1118.25 પર પહોંચ્યો. કંપનીના શેરમાં આ વધારો ત્રિમાસિક પરિણામો પછી નોંધવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 15.51 કરોડ હતો. ગઈકાલે ગુરુવારના રોજ બજાર બંધ થવાના સમયે સેન્સેકસ +477.72 (0.59%)ના ઉછાળા સાથે 81,790.04ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી +107.30 (0.43%) ના ઉછાળા 24,859.75 ના સ્તર પર બંધ થયો.