આજે શેરબજારમાં શરૂઆત નબળી જોવા મળી હતી. આજે બજાર બંધ થવાના સમયે સેન્સેકસમાં 200 પોઈન્ટનો ઘટાડો થયો. આજે સેન્સેક્સ 82,330.59ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફટી −42.30 (0.17%) ઘટી 25,019.80ના સ્તર પર બંધ થયો.

​​આજે શેરબજારમાં મંદીનું વાતાવરણ જોવા મળ્યું. દિવસના આરંભથી જ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 16 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલના શેરમાં જોવા મળ્યો. આ ટેલિકોમ સ્ટોક 2.76 ટકાના ઘટાડા સાથે બંધ થયો. તે જ સમયે, HCL ટેક 2 ટકાના ઘટાડા સાથે બંધ થયો. SBI, ઇન્ફોસિસના શેર 1 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા. જો કે આજે મંદીના માહોલ વચ્ચે એટરનલના શેર 1.20 ટકાથી વધુ વધવામાં સફળ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સ , હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સના શેરમાં વધારો જોવા મળ્યો છે.

ગુરુવારે ભારતીય શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું. સેન્સેક્સ 1,200.18 પોઈન્ટ અથવા 1.48 ટકા વધીને 82,530.74 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 395.20 પોઈન્ટ અથવા 1.60 ટકા વધીને 25,062.10 પર બંધ થયો.