આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર વધઘટ જોવા મળી. સવારે સારી શરૂઆત બાદ આજે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી −272.19 (0.33%) પોઈન્ટનો ઘટાડા સાથે 82,058.41ના સ્તર પર બંધ થયા. જયારે નિફ્ટી −74.30 (0.30%) ઘટાડો થતા 24,945.50ના સ્તર પર બંધ થયો. જો કે આજનો દિવસ પારસ ડિફેન્સ માટે વધુ સારો રહ્યો.
આજે પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીના શેરમાં રોકેટ જેવો વધારો જોવા મળ્યો. સોમવારે પારસ ડિફેન્સના શેર 8% ઇન્ટ્રાડે વધીને રૂ. 1943.60 પર પહોંચી ગયા. કંપનીના શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. મે મહિનામાં પારસ ડિફેન્સના શેરમાં અત્યાર સુધીમાં 32%નો ઉછાળો આવ્યો છે. આજે સવારે શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી. બજાર લીલા નિશાન સાથે ખૂલતા મંદીનું ગ્રહણ દૂર થયું. સવારે સેન્સેકસ +7.94 (0.0096%)ના ઉછાળા સાથે 82,338.53ના સ્તર પર ખૂલ્યો. નિફ્ટી +3.75 (0.015%)ના ઉછાળા સાથે 25,023.55ના સ્તર પર ખૂલ્યો હતો.













