આજે સવારે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. બજાર બંધ થવાના સમયે સેન્સેકસમાં −665.56 (0.82%)ના ઘટાડો જોવા મળ્યો. સેન્સેકસ બપોરે ઘટાડા સાથે 80,931.07ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ −203.20 (0.82%)ના ઘટાડા સાથે 24,610.25ના સ્તર પર બંધ થયો.
આજે સવારે બજારની ઘટાડા સાથે શરૂઆત બાદ મોટો કડાકો જોવા મળ્યો હતો. બજાર શરૂ થયાની ગણતરીની મિનિટમાં 800 પોઈન્ટનો ઘટાડો થતા રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા. અત્યારે બપોરે બજાર 3.15ના વાગ્યે બંધ થયું ત્યારે સેન્સેકસ અને નિફ્ટીમાં મોટા ઘટાડો થતા બજારની તેજી પર બ્રેક વાગી હતી.
આજે સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, HCL ટેક, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા હતા. આ ઉપરાંત સંરક્ષણ કંપની ડેટા પેટર્ન્સ લિમિટેડના શેરમાં ગઈકાલના વધારા બાદ આજે ઘટાડો જોવા મળ્યો. કંપનીના શેરમાં આજે 2%નો ઘટાડો જોવા મળ્યો.
જ્યારે ગતરોજ બુધવારના દિવસે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળા જોવા મળ્યો હતો. બુધવારે સેન્સેકસમાં+126.70 (0.16%)ના ઉછાળા સાથે 81,313.13ના સ્તર પર ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +51.60 (0.21%)ના ઉછાળા સાથે 24,735.50ના સ્તર પર ખૂલ્યો. મંગળવારના દિવસે સારી શરૂઆત જોવા મળી. અત્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેકસમાં 800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 24,700એ ટ્રેડ કરી રહ્યો છે.