ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની બજાર પર અસર. આજે બુલેટ ગતિએ બજારની ઉડાન જોવા મળી. આજે સેન્સેકસ 2900 પોઈન્ટના ઉછાળા સાથે 82,380 ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 900 પોઈન્ટના ઉછાળા સાથે 24,900ના સ્તરે બંધ થયો.


આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બજારના આરંભે આજે સેન્સેક્સ 1890 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 81344 પર પહોંચી ગયો છે. નિફ્ટી 579 પોઈન્ટના ઉછાળા સાથે 24587 પર છે. સન ફાર્મા સિવાય સેન્સેક્સના બધા શેર લીલા નિશાનમાં છે. અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચના તેજીમાં છે. 

ભારત અને પાકિસ્તાન સપ્તાહના અંતે યુદ્ધવિરામ માટે સંમત થયા બાદ સોમવારે સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો, જેના કારણે લશ્કરી લક્ષ્યો પર ભારે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ પછી બંનેદેશો વચ્ચે તણાવ ઓછો થતા બજારમાં સકારાત્મક અસર જોવા મળી. બપોરે 12 વાગ્યા બાદ સેન્સેક્સ 2700 થી વધુ પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 82100 ના સ્તરને પાર કરી ગયો છે. આજે દિવસના ઉચ્ચતમ સ્તર ૮૨૧૬૨ ને સ્પર્શ્યો. હાલમાં તે ૨૭૦૪.૬૧ પોઈન્ટ અથવા ૩.૪૦ ટકાના વધારા સાથે ૮૨,૧૫૯.૦૮ પર છે. નિફ્ટી પણ ૮૪૦.૧૦ (૩.૫%) પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે ૨૪,૮૪૮.૧૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજે સોમવારે એવિએશન કંપનીના શેરમાં તોફાની વધારો જોવા મળ્યો. આજે બજારમાં ઇન્ડિગો અને સ્પાઇસ જેટ સહિતની ઉડ્ડયન કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. યુદ્ધ વિરામબાદ સરકારે આજે 32 એરપોર્ટ પર કામગીરીને મંજૂરી આપી, જેમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબના સરહદી વિસ્તારો સહિત, જે પાકિસ્તાન સાથેના લશ્કરી સંઘર્ષને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા. બંને દેશો લશ્કરી પ્રવૃત્તિઓ બંધ કરવા સંમત થયાના બે દિવસ પછી જ એરમેનને નોટિસ (NOTAM) જારી કરવામાં આવી હતી. આ પછી, ઇન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો) અને સ્પાઈસજેટના શેરમાં 10%નો વધારો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડિગોના શેર રૂ. ૫,૪૮૫ પર પહોંચી ગયા હતા. તે જ સમયે, સ્પાઇસજેટના શેર રૂ. 46.61 પર પહોંચી ગયા.

  • Follow us on: