વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે મંગળવારે (18 માર્ચ) ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ માં મજબૂત વધારો જોવા મળ્યો. નાણાકીય અને ધાતુ ક્ષેત્રના શેરોમાં મજબૂત ખરીદી અને ચીનના અર્થતંત્ર અંગે આશાવાદને કારણે એશિયન બજારો વધ્યા હતા અને તેની અસર સ્થાનિક બજાર પર પણ પડી હતી. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા.


તેજી સાથે બજાર બંધ
બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +1,131.30 પોઇન્ટના ઉછાળા સાથે 75,301.26 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી +325.55 પોઇન્ટના ઉછાળા સાથે 22,834.30 અંક પર બંધ થયો હતો. 





  • Follow us on: