શેરબજારમાં આજે સવારે લાલ નિશાન સાથે શરૂઆત થઈ હતી. સેન્સેકસ અને નિફ્ટીમાં મોટો ઘટાડો થયો હતો. જ્યારે બજાર બંધ થવાના સમયે સેન્સેકસ અને નિફ્ટી ઘટાડ઼ા સાથે બંધ થયા. સેન્સેક્સ અને નિફ્ટી 1-1 ટકાના ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 1.10 ટકા અથવા 880.34 પોઈન્ટ ઘટીને 79,454.47 પર બંધ થયો. નિફ્ટી 1.10 ટકા અથવા 265.80 પોઈન્ટના વધારા સાથે 24,008.00 પર બંધ થયો.
આજે એક તરફ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. તે જ સમયે, સંરક્ષણ કંપનીઓના શેરના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત, ડ્રોન બનાવતી કંપનીઓના શેરમાં પણ ઉછાળો નોંધાયો હતો. મહત્વનું છે કે ગત રોજ બજારના આરંભે સેન્સેકસ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અત્યારે બજાર બંધ થવાના સમયે પણ BSE સેન્સેક્સ 80,334.81 ના સ્તરે બંધ થયો અને તે જ સમયે, NSE નિફ્ટી ઘટાડા સાથે 24,273.80 ના સ્તર પર બંધ થયો હતો.










