ગુરુવારે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યુ હતુ અને લાલ નિશાનમાં જ બંધ થયુ. બપોરે 3.30 કલાકે શું છે સ્થિતિ આવો જાણીએ.  વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણો વચ્ચે ગુરુવારે (20 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયા. 30 શેરો વાળા બીએસઈ સેન્સેક્સ આજે 203.22  પોઈન્ટ અથવા0.27 % ઘટીને 75,735 પર બંધ થયા. નિફ્ટી 50 પણ 19.75 પોઈન્ટ અથવા 0.09% ઘટીને 22,913.15 પર બંધ થયો.

નિફ્ટી50 ના 50 શેરોમાંથી 28 શેરો વધીને બંધ થયા. શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરમાં વધારો જોવા મળ્યો. તે 4 ટકા વધીને બંધ થયો.

બેંક નિફ્ટી, નિફ્ટી ફાઇનાન્શિયલ ઘટ્યા

NSE પર ક્ષેત્રીય સૂચકાંકો મિશ્ર વલણમાં બંધ થયા. નિફ્ટી ઓટો, નિફ્ટી પીએસબી, મેટલ, રિયલ્ટી, ઓએમસી અને મીડિયા સૂચકાંકો 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, બેંક નિફ્ટી, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઇટી, ફાર્મા અને પ્રાઇવેટ બેંક સૂચકાંકો 0.75 ટકા સુધી ઘટીને લાલ નિશાનમાં બંધ થયા.