શેરબજારમાં બુધવારે ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. શેરમાર્કેટ બપોરે 3.30 કલાકે લાલ નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 94.24 પોઇન્ટના ઘટાડા સાથે 75,873.15 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 28.15 પોઇન્ટના ઘટાડા સાથે 22,917.15 અંકે બંધ થયો. મહત્વનું છે કે સવારે લાલ નિશાનમાં શેરબજાર ખુલ્યુ હતું. થોડા સમય પછી બેન્કિંગ સેક્ટરના પગલે બજારમાં રિકવરી જોવા મળી હતી.
શેર બજાર ઘટાડા સાથે બંધ
મિડકેપ, સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી જ્યારે રિયલ્ટી, પીએસઈ, મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. આજના કારોબારમાં ઊર્જા, બેંકિંગ, તેલ-ગેસ સૂચકાંકો વધારા સાથે બંધ થયા. જોકે, આઇટી, ફાર્મા, એફએમસીજી શેરો દબાણ હેઠળ રહ્યા હતા. જ્યારે નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસ, એચયુએલ, ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝિસ સૌથી વધુ ઘટ્યા હતા. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો, એલ એન્ડ ટી, એક્સિસ બેંક, આઇશર મોટર્સ નિફ્ટીના સૌથી વધુ ફાયદાકારક શેર હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે બંધ થયો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 2.4 ટકાના વધારા સાથે બંધ થયો.
ટોપ લુઝર્સ
આજે આઈટી શેરો પર દબાણ જોવા મળ્યું. TCS ના શેર મહત્તમ 2.28% ના ઘટાડા સાથે બંધ થયા. આ ઉપરાંત, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ મુખ્ય ઘટ્યા હતા.
આજે બ્રોડર માર્કેટમાં તેજી જોવા મળી
આજે બ્રોડર ઇન્ડેક્સ સ્મોલકેપ અને મિડકેપ અનુક્રમે 2.4% અને 1.6% વધ્યા. જોકે, સૂચકાંકો હજુ પણ સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી અનુક્રમે 21.25% અને 17.1% નીચે ટ્રેડ કરી રહ્યા છે.