શુક્રવારે નબળી શરૂઆત બાદ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી.  બપોરે 3.30 કલાકે પણ સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેકસ +607.71 પોઇન્ટના વધારા સાથે 76,955.77 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી +165.10 પોઇન્ટના  વધારા સાથે 23,355.75 અંક પર બંધ થયો. 

ટોચના ગેનર્સ

સેન્સેક્સ કંપનીઓમાં, બજાજ ફાઇનાન્સનો શેર સૌથી વધુ વધ્યો. સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, કોટક બેંક, પાવર ગ્રીડ, નેસ્લે ઇન્ડિયા, એલ એન્ડ ટી, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ જેવા શેરોમાં તેજી જોવા મળી.

ટોચના લૂઝર્સ

બીજી તરફ ઇન્ફોસિસ, ટાઇટન, ઝોમેટો, ટેક મહિન્દ્રા, એરટેલ, અલ્ટ્રા સિમેન્ટ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

ગુરુવારે બજારની ચાલ કેવી રહી?

ગુરુવારે FII એ રૂ. 3,239.14 કરોડના ભારતીય શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સત્ર દરમિયાન રૂ. 3,136.02 કરોડના ભારતીય શેર વેચ્યા હતા.

છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૧.૧૯ ટકાના વધારા સાથે ૭૬,૩૪૮.૦૬ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૧.૨૪ ટકાના વધારા સાથે ૨૩,૧૯૦.૬૫ પર બંધ થયો હતો.