કારોબારી સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સ 287.62 પોઇન્ટના ઘટાડા સાથે 75,851 અંક પર બંધ થયુ. જ્યારે નિફ્ટી 134.10 પોઇન્ટના ઘટાડા સાથે 22,897.30 અંકે બંધ થયુ હતું. શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ શેરબજારોએ તેમનો પ્રારંભિક ફાયદો ગુમાવ્યો અને ફરી એકવાર રેડ ઝોનમાં આવી ગયા. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા 8 દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મોદી-ટ્રમ્પ બેઠકના નિર્ણયોની પણ બજાર પર કોઈ અસર પડી નહીં.
શેરબજાર લાલ નિશાનમાં બંધ










