શેરબજારની શરૂઆત આજે તેજી સાથે જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ જોવા મળ્યા.બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 592 પોઇન્ટના વધારા સાથે 76,617 અંકે બંધ થયુ જ્યારે નિફ્ટી 165 પોઇન્ટના વધારા સાથે  23,330 અંકે બંધ થયો. 

શેરબજારમાં તેજી 

સતત બે દિવસના ઘટાડા પછી આજે 2 એપ્રિલના રોજ સોના બજારમાં જોરદાર તેજી જોવા મળી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંભવિત ટેરિફ જાહેરાતોથી પણ બજાર અવિશ્વસનીય દેખાયું. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને નિફ્ટી 23,300 ના સ્તરને પાર કરી ગયો. તાજેતરના ઘટાડા પછી બ્લુ-ચિપ શેરોમાં ખરીદી વધવાથી રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો. વૈશ્વિક બજારોમાંથી મળતા સકારાત્મક સંકેતોએ આ તેજીના વલણને વધુ મજબૂત બનાવ્યું.

મંગળવારે બજારની ચાલ કેવી રહી?

મંગળવારે સાવચેતીના કારણે ભારતીય શેરબજારોમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ ૧,૩૯૦.૪૧ પોઈન્ટ અથવા ૧.૮૦ ટકા ઘટીને ૭૬,૦૨૪.૫૧ પર બંધ થયો. NSE નિફ્ટી 50 પણ 353.65 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 23,165.70 પર બંધ થયો.

મંગળવારે વિદેશી રોકાણકારો (FII) એ 5,901.63 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા, જ્યારે DII એ 4,322.58 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

જાપાનનો નિક્કી 0.28 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાનો ASX200 0.2 ટકા વધ્યો હતો. અમેરિકામાં, S&P 500 0.38 ટકા વધ્યો, અને Nasdaq Composite 0.87 ટકા વધ્યો. જોકે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.03 ટકા ઘટ્યો.