શેરબજાર માર્કેટમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી હતી. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ +1529.27 પોઇન્ટના વધારા સાથે 78573.56 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +417.70 પોઇન્ટના વધારા સાથે 23,854.90 અંક પર બંધ થયો.
આજે સવારે શેરબજાર ખૂલતાની સાથે નિફ્ટીમાં કડાકો
શેરબજાર ખુલતાની સાથે જ નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો. આજે બજાર ખુલતા જ નિફ્ટીમાં 80 પોઈન્ટનો કડાકો બોલાયો. ગત રોજ ત્રણ દિવસની રજા બાદ શેરબજારમાં ખુલતાની સાથે બમ્પર તેજી જોવા મળી હતી. જ્યારે આજે બજાર ખુલતા જ નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો. આજે 17 એપ્રિલના રોજ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી છે. સતત ત્રણ ટ્રેડિંગ દિવસથી શેરબજારમાં ચાલી રહેલી તેજી આજે અટકી ગઈ છે.
આજે, ગુરુવાર 17 એપ્રિલે, સેન્સેક્સ 76 પોઈન્ટના ઘટાડા સાથે 76968 ના સ્તર પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ ઘટાડા સાથે 23402 ના સ્તરે દિવસની શરૂઆત કરી. બુધવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે, ભારતીય શેરબજાર માટે વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો આવી રહ્યા છે. આ પહેલા 15 એપ્રિલે બજારમાં મોટી તેજી જોવા મળી હતી.