કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ફ્લેટ બંધ રહ્યું. માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. સેન્સેક્સ લીલા તો નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયુ છે. સેન્સેક્સ 147 પોઇન્ટના વધારા સાથે 74,602 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 27.05 પોઇન્ટના ઘટાડા સાથે 22,526 અંકે બંધ થયો. 

બીએસઈ માસિક સમાપ્તિ પર બજાર એક રેન્જમાં જોવા મળ્યું. સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ થયા. નિફ્ટી બેંક થોડા ઘટાડા સાથે બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં દબાણ હતું. મેટલ, રિયલ્ટી, ઓઇલ અને ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી. પીએસઈ, એનર્જી, ફાર્મા સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા. ઓટો, FMCG સૂચકાંકો વધારા સાથે બંધ થયા.

નિફ્ટીમાં ટોચના તેજીવાળા શેરોમાં એમ એન્ડ એમ, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી અને નેસ્લે રહ્યા. જ્યારે હિન્ડાલ્કો, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા, હીરો મોટોકોર્પ, ટ્રેન્ટ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર હતા.

ક્ષેત્રીય મોરચે, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી સૂચકાંકો 0.5-1 ટકા ઘટ્યા હતા. બીજી તરફ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ટેલિકોમ, એફએમસીજી સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો.

આ શેર્સ સમાચારમાં રહ્યા

બ્રોકરેજિસ તરફથી તેજીના કોલ પછી M&Mના શેર 3% વધ્યા. બીજા દિવસે પણ વેપારમાં તેજી ચાલુ રહી. આ અઠવાડિયે રોકાણકારોની બેઠક પહેલા ગ્લેનમાર્ક ફાર્માના શેરમાં 16 અઠવાડિયામાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આજના વેપારમાં, આઇટી, મેટલ, ઓઇલ અને ગેસ, ઉર્જા, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેંકો, રિયલ્ટી 0.5-1 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, ટેલિકોમ 0.5 ટકા વધ્યા હતા.