શુક્રવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ. આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યા બાદ માર્કેટમાં પણ ઘટાડો થયો હતો. બપોરે 3.30 કલાકે શેરબજાર 211 પોઇન્ટના ઘટાડા સાથે 77,846 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 42.25 પોઇન્ટના ઘટાડા સાથે 23,561 અંક પર બંધ થયો હતો.
લાલ નિશાને બંધ
આરબીઆઈ પોલિસી પછી બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટીમાં ONGC, ITC, બ્રિટાનિયા, SBI, અદાણી પોર્ટ્સ સૌથી વધુ ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના શેરોમાં ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટ્રેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્ડાલ્કો સૌથી વધુ વધ્યા હતા. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 197.97 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 77,860 પર બંધ થયો હતો.
ઘટાડા સાથે બંધ
નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ થોડા વધારા સાથે બંધ થયો. બીજી તરફ, સ્મોલકેપ ઇન્ડેક્સ 0.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. બીજી તરફ, PSU બેંક, FMCG, મીડિયા, ઓઇલ અને ગેસ સૂચકાંકો 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા.