શેરબજારમાં આજે સપ્તાહના આરંભે તેજી સાથે શરૂઆત જોવા મળી. બજાર ખૂલતા જ સેન્સેકસ અને નિફ્ટીમાં ઉછાળો નોંધાયો હતો અને બંધ થવાના સમયે પણ બજાર ઉછાળા સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 0.37 અથવા રૂ. 295.85 વધીને 80796.84 પર બંધ થયો. જયારે નિફ્ટીની વાત કરીએ તો, તે 0.47 ટકા અથવા 114.45 પોઈન્ટના ઉછાળા સાથે 24,461.15 પર બંધ થયો. આજે સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે બંધ થયા.
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો. સૌથી મોટો ઉછાળો અદાણી પોર્ટ્સના શેરમાં જોવા મળ્યો. આજે અદાણી પોર્ટ્સના શેર 6 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા. ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા પછી બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3 ટકાનો વધારો થયો છે . ઇટરનલ (ઝોમેટો) ના શેર 2.45 ટકાના વધારા સાથે બંધ થયા. બીજી તરફ, કોટક બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક , ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં વધારો જોવા મળ્યો. આજે સેન્સેક્સમાં 279 કંપનીઓના શેરમાં ઉપરની સર્કિટ લાગી છે. તે જ સમયે, 254 કંપનીઓના શેરમાં નીચલી સર્કિટ છે.










