આજે શેરબજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. બપોરે નજીવો ઘટાડો થયા બાદ બજાર બંધ થવાના સમયે ઉછાળો જોવા મળ્યો. બપોરે બંધ થવાના સમયે સેન્સેકસ 81,393.49ના સ્તર પર અને નિફ્ટી +106.55 (0.43%) પોઈન્ટના ઉછાળા સાથે 24,684.90ના સ્તર પર બંધ થયો.


મંગળવારના મોટા ઘટાડા પછી, 30 શેરના BSE સેન્સેક્સે બુધવારના ટ્રેડિંગની શરૂઆત 130 પોઈન્ટના વધારા સાથે કરી હતી. જો કે બપોર પછી સવારની સરખામણીમાં શેર બજાર થોડું નબળું પડયું અને 81691 ના સ્તરને સ્પર્શ્યા પછી, સેન્સેક્સ હવે ફક્ત 218 પોઈન્ટ વધીને 81366 પર નિફ્ટી 91 પોઈન્ટના વધારા સાથે 24670 પર જોવા મળ્યું. સવારના વધારામાં ઘટાડો થયા પછી શેર બજાર નબળું પડતા લાલ નિશાન તરફ જઈ રહ્યું છે.

ગતરોજ સપ્તાહના બીજા દિવસે બજારના આરંભે નબળી શરૂઆત જોવા મળી હતી.  બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 1,300 પોઈન્ટ ગગડ્યો અને નિફ્ટી 360.10 પોઈન્ટ ઘટયો. આજે બપોરે સેન્સેકસ (−1,382.35) 81,047.55ના સ્તર પર બંધ થયો અને આ જ સમયે નિફ્ટી 24,564.60ના સ્તર પર બંધ થયો.

સોમવારે બુલેટ ગતિએ બજારની ઉડાન જોવા મળી. સેન્સેકસ 2900 પોઈન્ટના ઉછાળા સાથે 82,380 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 900 પોઈન્ટના ઉછાળા સાથે 24,900ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જયારે ગતરોજ બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બજાર ગત મંગળવારના રોજ ઘટાડા સાથે બંધ થયુ હતું.

  • Follow us on: