આજે સવારે બજારની સુસ્ત શરૂઆત થઈ હતી. સેન્સેકસ અને નિફ્ટીમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થવાના સમયે 1200 (1.44%)ના સકારાત્મક વધારા સાથે 82,501.62ના સ્તર પર અને નિફ્ટી +389.30 (1.58%)ના વધારા સાથે 25,056.20ના સ્તર પર બંધ થયો.


આજે ગુરુવાર, 15 મેના રોજ ઇન્ટ્રાડે ટ્રેડમાં મજબૂત વધારો નોંધાવ્યો હતો, જેમાં HDFC બેંક, ICICI બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા પસંદગીના બ્લુચિપ શેરોનો સમાવેશ થતો હતો.  સવારના ઘટાડા  બાદ બજારમાં દિવસ જતાં ધીમે ધીમે સુધારો જોવા મળ્યો. બપોરે બે વાગ્યાની આસપાસ સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી ૧૯૫૫ પોઈન્ટ રિકવર થયો. નિફ્ટી 50 ફરી 25,000 પોઈન્ટના સ્તરને સ્પર્શ્યો. બજારમાં આ ઉછાળો મુખ્યત્વે સ્થાનિક સૂચકાંકોમાં મજબૂતાઈ, પસંદગીના ક્ષેત્રોમાં ખરીદી અને વૈશ્વિક બજારોની મિશ્ર અસરનું પરિણામ છે. બેંક નિફ્ટી અને બીએસઈ બેંકેક્સમાં પણ અનુક્રમે ૧.૦૨% અને ૧.૧૧%નો વધારો જોવા મળ્યો, જે નાણાકીય ક્ષેત્રમાં રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે "ટેરિફ-મુક્ત" અથવા 'શૂન્ય-ડ્યુટી' વેપાર સોદો પ્રસ્તાવિત કર્યો છે. "ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ ટેરિફ-મુક્ત વેપાર કરારનો પ્રસ્તાવ મૂક્યો છે," મીડીયા અહેવાલ મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું. સંભવિત યુએસ-ભારત વેપાર કરાર અંગે વધતા આશાવાદે બજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો, જેનાથી બજારના બેન્ચમાર્કમાં વધારો થયો.

આજે સવારે બજાર શરૂ થવાના આરંભે સામાન્ય ઉછાળા સાથે શરૂઆત થયા બાદ બજાર લાલ નિશાન સાથે શરૂ થયું. જયારે ગઈકાલે બુધવારના ટ્રેડિંગની શરૂઆત 130 પોઈન્ટના વધારા સાથે કરી હતી. જો કે બપોર પછી સવારની સરખામણીમાં શેર બજાર થોડું નબળું પડયું અને 81691 ના સ્તરને સ્પર્શ્યા પછી, સેન્સેક્સ હવે ફક્ત 218 પોઈન્ટ વધીને 81366 પર નિફ્ટી 91 પોઈન્ટના વધારા સાથે 24670 પર જોવા મળ્યું. સવારના વધારામાં ઘટાડો થયા પછી શેર બજાર નબળું પડતા લાલ નિશાન તરફ જઈ રહ્યું છે.

  • Follow us on: