શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. આજે નિફ્ટીએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. બજારમાં બેંકિંગ શેરોનું વર્ચસ્વ જોવા મળ્યું. સેન્સેક્સ-નિફ્ટી સતત પાંચમા દિવસે વધારા સાથે બંધ થયા. નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો. નિફ્ટીએ પણ સતત પાંચમા સત્રમાં વધારા સાથે 24,125 ને પાર કર્યો છે. બજારમાં સવારે શાનદાર શરૂઆત બાદ મિડકેપ અને સ્મોલકેપમાં પણ સારી ખરીદી જોવા મળી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ લગભગ 1.5 ટકા મજબૂત હતો. આઇટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ દોઢ ટકા મજબૂત દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટીએ નવી ટોચ બનાવી છે અને 55200 ને પાર કરી છે.
રોકાણકારોમાં ખુશી












