સેન્સેક્સ અને નિફ્ટી આજે 29 એપ્રિલના રોજ નજીવા વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 70 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી પણ 7 પોઈન્ટનો સામાન્ય વધારા સાથે બંધ થયો. સેન્સેક્સ 58.52ના ઉછાળા સાથે 80,276.88ના સ્તર પર બંધ થયો જ્યારે તે જ સમયે નિફ્ટી 24,335.95ના સ્તર પર બંધ થયો.
શેરબજાર આજે બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. અને સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે 28 એપ્રિલ સોમવારના રોજ પણ શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ થયું હતું. બજાર બંધ થવાના સમયે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 80,240.65 અને નિફ્ટી 24300 ના સ્તર પર બંધ થયો હતો. સોમવારે બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ 860 પોઈન્ટના ઉછાળા સાથે અને નિફ્ટી 291.95 ના ઉછાળા સાથે બંધ થયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલવાના સમયે તેજી સાથે શરૂઆત થઈ હતી. અને સરકારી બેંકોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.
