28 ફેબ્રુઆરી એટલે કે મહિનાના છેલ્લા દિવસે શેરબજાર ઊંધા માથે પછડાયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ −1,420.08 પોઇન્ટના ઘટાડા સાથે 73,192.35 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી −418.70  પોઇન્ટના ઘટાડા સાથે 22,126.35 અંક પર બંધ થયો. શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ સંબંધિત સમાચારોને પગલે રોકાણકારોની ભાવના નબળી પડી.

સૌથી વધુ ઘટાડા સાથે માર્કેટ બંધ

માર્ચ શ્રેણીના પહેલા દિવસે બજાર રેડ ઝોનમાં જોવા મળ્યું.  બજાર લગભગ 9 મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયું. નિફ્ટીમાં 8 મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો જોવા મળ્યો. બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ભારે વેચવાલી જોવા મળી. આઇટી, ઓટો, પીએસઈ સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા. ઊર્જા, ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી.