કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજાર બપોરે 3.30 કલાકે લાલ નિશાનમાં બંધ થયુ હતુ. સેન્સેક્સ 7.52  પોઇન્ટના ઘટાડા સાથે 74,309.36 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 7.80 પોઇન્ટના વધારા સાથે  22,552.50 અંકે બંધ થયો હતો.

ટોપ ગેનર્સ 

નિફ્ટી 50 શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ 3.04  ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ પછી, ટાટા મોટર્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ઓટો અને હિન્ડાલ્કોના શેરમાં 1.23 ટકાનો વધારો થયો.

ટોપ લૂઝર્સ 

દરમિયાન, નિફ્ટી 50  માં ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, બીપીસીએલ અને ઇન્ફોસિસ ટોચના લેગાર્ડ્સમાં હતા, જે 3.78 ટકા સુધી ઘટીને બંધ થયા હતા.

ટ્રમ્પની વેપાર નીતિ બજારોમાં ઉથલપાથલ 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેમનો વહીવટ તેની ટેરિફ નીતિને અંતિમ સ્વરૂપ આપતી વખતે શેરબજારની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેશે નહીં.

ટ્રમ્પની ઝડપથી બદલાતી વેપાર નીતિએ બજારોને ઉથલપાથલમાં ધકેલી દીધા છે. જોકે, યેન અને સ્વિસ ફ્રેંક જેવી ચલણો, તેમજ સોનું, એવી થોડી સંપત્તિઓમાંની એક છે જેના તરફ રોકાણકારો સલામતીની શોધમાં ઉમટી પડ્યા છે.