શેરબજાર આજે ફ્લેટ બંધ રહ્યું  સેન્સેક્સ લાલ તો નિફ્ટી લીલા નિશાનમાં જ બંધ થયું.  સવારે લાલ નિશાનમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ 12.85 પોઇન્ટના ઘટાડા સાથે  74,102.32 અંક બંધ થયો. જ્યારે નિફ્ટી 37.60 પોઇન્ટના વધારા સાથે  22,497.90 અંકે બંધ થયો. 



યુએસ શેરબજારમાં મોટો ઘટાડો

ગઈકાલે રાત્રે યુએસ શેરબજારમાં ભારે ઘટાડો થયો. વોલ સ્ટ્રીટ પર, ડાઉ જોન્સ 900 પોઈન્ટ, S&P 500 3% અને Nasdaq 4% ઘટ્યો. સોમવારના રોજ, ટેક શેર પર આધારિત નાસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. તે 4% ઘટીને લગભગ છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. આ ઘટાડાનું કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે મંદીની આશંકા હોવાનું કહેવાય છે.

ફેબ્રુઆરીના ઉચ્ચતમ સ્તરથી બેન્ચમાર્ક S&P 500 8% થી વધુ ઘટ્યો છે. જ્યારે નાસ્ડેક ગયા અઠવાડિયે કરેક્શન ઝોનમાં પહોંચી ગયો હતો કારણ કે તે ડિસેમ્બરમાં બનાવેલા તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી 10% થી વધુ નીચે આવી ગયો છે.


એશિયન બજારો પણ લાલ નિશાનમાં

મંગળવારે (11 માર્ચ) એશિયન શેરબજારો સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યા. કારણ કે અમેરિકન બજારોમાં ઘટાડાની અસર અહીં પણ જોવા મળી હતી. આજે શરૂઆતના કારોબારમાં મોટાભાગના સૂચકાંકો લાલ રંગમાં હતા. ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો ટોપિક્સ ઇન્ડેક્સ ૧.૯% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 1.3 % ઘટ્યો.


કોમોડિટી માર્કેટમાં કેવી અસર ? 

મંદીના ભયને કારણે બજારમાં ગભરાટનો માહોલ છે. અમેરિકામાં મંદીના ભયને કારણે કોમોડિટી માર્કેટ પણ ઘટ્યું છે. ટ્રમ્પ ટેરિફની અસર અંગેની ચિંતાઓએ પણ દબાણ વધાર્યું છે. સોનામાં ૧% અને ચાંદીમાં 1.5%નો ઘટાડો થયો છે. ક્રૂડ ઓઇલ પણ દબાણ હેઠળ છે. એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 2%નો ઘટાડો થયો છે. આ ઘટાડો નબળી માંગ અને વધેલા પુરવઠાને કારણે છે. OPEC+ દેશો એપ્રિલથી ઉત્પાદન વધારશે. ચીનના નબળા ડેટાએ પણ ક્રૂડ પર દબાણ બનાવ્યું છે. ચીનમાં માંગ વધવાની બજારમાં બહુ ઓછી આશા છે.

  • Follow us on: