શુક્રવારે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. જે બપોરે 3.30 કલાકે પણ એની એજ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 424.57 પોઇન્ટના ઘટાડા સાથે  75,247.39 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 149.95 પોઇન્ટના ઘટાડા સાથે 22,763 અંકે બંધ થયો હતો. 

ગઈકાલે બજારની ચાલ કેવી રહી?

ગુરુવારે (20 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો પણ ઘટાડા સાથે બંધ થયા. HDFC બેંક અને ICICI બેંક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં ઘટાડાને કારણે બજાર નીચે તરફ ખેંચાયું.

ગુરુવારે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઘટીને 75,672 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 75,463 પોઈન્ટના નીચા સ્તરે ગબડી ગયો હતો, પરંતુ અંતે 203.22 પોઈન્ટ અથવા 0.27% ઘટીને 75,735 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ ઘટ્યો અને 22,821 પોઈન્ટ પર લાલ નિશાન પર ખુલ્યો. તે આખરે ૧૯.૭૫ પોઈન્ટ અથવા ૦.૦૯% ઘટીને ૨૨,૯૧૩.૧૫ પર બંધ થયો.